________________ પ્રકરણ 17 મું. ] કર્ણાટકમાં બીજું યુદ્ધ. ૪પ૧ જલદી મદદ ન આવશે તે અમને નિર્વાહનાં સાધાન મેળવવાને પણ અડચણ પડશે એવો મજકુર અંગ્રેજોએ ઈંગ્લંડ લખી મોકલ્યો. બેઉ પાશ્ચાત્ય પ્રજાનાં લશ્કર કર્ણાટકમાં લડતાં હતાં ત્યારે મદ્રાસ અને પિડીચેરી વચ્ચે ઘણી તિક્ષણ અને તીવ્ર ભાષામાં પત્ર વ્યવહાર ચાલતો હવે આવે પ્રસંગે કલાઈવની યુતિથી અંગ્રેજોને બચાવ થયો; તેણે આર્કટ ઉપર હલ્લો કરવાથી બાજી ફેરવાઈ ગઈ. આ સઘળી હકીકત હવે વિસ્તારથી કહેવાની છે. : * 2. મુઝફરજંગ અને ચંદા સાહેબ વચ્ચે એકયતા–સને ૧૭૪૮માં વૃદ્ધ નિઝામ-ઉલ-મુલ્ક આસફજાહ મરણ પામે તેને છ છોકરા હતા તે નીચે પ્રમાણે - સફજાહ. * - ગાઝીઉદીન નાસીરજંગ છોકરી સલાબત જંગ નિઝામઅલ્લી મહમદશરીફ, પીરમંગલ. | (બસાલત જંગ) , એમાંના પહેલા બે સગા ભાઈઓ હતા અને બાકીના સાવકા હતા. વડીલ પુત્ર ગાઝીઉદ્દીન દિલ્હીમાં વઝીરની જગ્યા ઉપર હતા, અને બીજે નાસીરજંગ પિતાનાં મરણ સમયે તેમની પાસે હતો. પરંતુ પિતાને તે અપ્રિય હોવાથી વૃદ્ધ નિઝામે પિતાની છોકરીના છોકરા મુઝફરજંગને પિતાની પછી હૈદ્રાબાદની ગાદી આપવાનું ઠરાવ્યું હતું, અને એ વ્યવસ્થાને બાદશાહે અનુમોદન આપ્યું હતું. નિઝામના બાકીના છોકરાઓ આ વેળાએ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા નહોતા. નિઝામનાં મરણ સમયે મુઝફરજંગ વિજાપૂરના સુબાના ઓધા ઉપર હતા એટલે તે સંધિનો લાભ લઈ નાસીરજેગે લશ્કરના સરદારને મેળવી લઈ તેની મદદવડે દક્ષિણની સુબેદારી પિતાના તાબામાં લીધી. આ પ્રમાણે મુઝફફરજંગ પિતાની ધારણમાં નિરાશ થવાથી મરાઠાની મદદ મેળવવા તે સતારા ગયો. ત્યાં માજી નવાબ દસ્તઅલ્લીને જમાઈ ચંદાસાહેબ કેદમાં હતું તેની અને મુઝફરજંગ વચ્ચે મુલાકાત થઈ ચંદાસાહેબમાં પિતાના ટકારા માટે દંડ આપવાની શક્તિ ન હોવાથી તે