________________ 465 પ્રકરણ 17 મું. કર્ણાટકમાં બીજું યુદ્ધ મદદે ચારસો યુરોપિયન સિપાઈઓને મોકલી ડાટિલને તે સાથે મીચીનાપિલી કબજે કરવા રવાના કરવામાં આવ્યો (માર્ચ 1751). ડુપ્લેને આ પ્રમાણે વિજયી થતા જોઈ અંગ્રેજો સ્વાભાવિકરીતે ધાસ્તીમાં પડ્યા, કર્નાટકની નવાબગિરી એના તાબામાં આવે છે તે અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કહાડ્યા વિના રહે નહીં. એ ભય સામે સ્વસંરક્ષણ કરવાની જરૂર હોય તે તેમણે મહમદઅલ્લીને બને તેટલી સહાય કરવી જોઈએ એવા વિચારથી તેમણે કેપ્ટન કેપની સરદારી હેઠળ 280 યુરોપિયન અને 300 દેશી લશ્કર મહમદઅલ્લીને ઘેરામાંથી છેડવવા ટીચીનાપલી તરફ મોકલ્યું; અને કૅપ્ટન છે જેનના હાથ હેઠળ 600 યુરોપિયન અને 1000 દેશી સિપાઈઓની બીજી જ ટીચીનાપલીની આસપાસ રહી નવાબના પક્ષને ટેકો આપવા માટે રવાના કરી. જીજેનની સાથે રોબર્ટ કલાઈવ હતો. ટીચીનાપલીની ઉત્તરે 40 માઈલ ઉપરનું વલકડા (Volcondah) નું મજબૂત શહેર ચંદા સાહેબ સર કરવાની તૈયારીમાં છે એમ સાંભળી અંગ્રેજ લશ્કરે તે દિશામાં કચ કરી (જુલાઈ 1751 ). ત્યાંના અધિકારીએ કોઈને પણ શહેરમાં દાખલ થવા દીધા નહીં, અને કર્નાટકનો જે કોઈ નવાબ કરે તેને તે સોંપવા જણાવ્યું. આ ઉપરથી અંગ્રેજોએ તે ઉપર હલ્લે કર્યો, પણ સામી બાજુએથી રેન્ચ લેકે તેમની વિરૂદ્ધ પડ્યા કે તરત ત્યાંથી તેઓ નાસી ગયા. આ પ્રસંગે કેન્ચ લશ્કરે અંગ્રેજોની પુઠ પકડી હોત તે સઘળા તેના હાથમાં સપડાઈ જતે, અને વધુ યુદ્ધ બંધ પડત. પણ કેન્ચ સેનાપતિ ડોટિલ ઘુંટણનાં દરદથી હેરાન હોવાથી કામ કરવા અસમર્થ હત; તેમજ ચંદા સાહેબનાં કેટલાંક માણસોએ બંડ ઉઠાવવાથી તે અંગ્રેજોની પુઠ પકડવા માટે અશક્ત હતા. આવી રીતે અંગ્રેજોને સાશન કરવાની અમુલ્ય તક ફ્રેન્ચ લોકોના હાથમાંથી જતી રહી. એમ છતાં કંઈ પણ વખત બોલ્યા વિના ચંદા સાહેબ અને ફ્રેન્ચ ફેજે મળી ટીચીનાપલીને ઘેરો ઘાલ્ય, અને કાવેરી નદીમાં શ્રીરંગ નામને બેટ હસ્તગત કર્યો. આજ અરસામાં ડોટિલ ભયંકર માંદગીને લીધે પિન્ડીચેરી ચાલ્યા ગયે, અને તેનું કામ હૈ નામના ગ્રહસ્થ કરવા માંડયું. લૈ યુદ્ધકળામાં તદન નાલાયક અને વ્હીકણ હતા; પણ કેન્ય સરકારમાં તેને લાગવગ સારે હોવાથી તેને સઘળું કામ સેપ્યા