________________ પ્રકરણ 17 મું.] કર્નાટકમાં બીજું યુદ્ધ, 417 કરતા. અભ્યાસ તરફ તેણે કંઈ પણ લક્ષ આપ્યું નહીં. હમેશાં તે કંઈ તફાન મસ્તીના કામમાં ગુંથાયેલો રહે છે. તેની વિરૂદ્ધ પડવાની કોઈની હિમત ચાલતી નહીં. તેની ચાલાકી, ચંચળતા તથા સાહસ જેમાં કેટલાકને એમ લાગતું કે નસીબને જેરે યોગ્ય પ્રસંગ આવ્યો છે તેમાં કલાઈવ કંઈ વિલક્ષણ કૃત્ય કરી ઈતિહાસમાં નામ કહાડશે. તે મોટો થતો ગયો તેમ તેમ તેનાં માબાપની ચિંતા વિશેષ વધવા માંડી, કેમકે તે વિદ્યારહીત હતે. આથી તેને કંઈ પણ દાબમાં રાખવાના વિચારથી તેમણે તેને ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની નોકરીમાં એક કારકુનની જગ્યા અપાવી. સને 1743 માં અરાઢમે વર્ષે તે મદ્રાસ જવા ઇગ્લેંડથી નીકળ્યો. તે તેના રાઈટરની જગ્યા કેટલી ત્રાસદાયક હતી તેની વાચકને કંઈક કલ્પના હશે. તેમાં કલાઈવ સરખા તેફાની માણસને આખો દિવસ ટેબલ ઉપર બેસી આંકડા ગણતાં કેટલો કંટાળો આવ્યો હશે તે કહેવાની જરૂર રહેતી નથી. વેપારીને લાયકને એક પણ ગુણ તેનામાં નહોતે, અને વેપારનું કામ આવડ્યા સિવાય પૈસા મેળવવાનું રાઈટરને કંઈ પણ સાધન નહોતું. ઈગ્લેંડથી નીકળ્યા પછી આ દેશમાં આવતાં તેને એક વર્ષ લાગ્યું. પાસે ખર્ચ માટે કંઈ મળે નહીં, કેઈ તેને સ્નેહી સેબતી પણ નહીં એવી વિપત્તિમાં તેણે મદ્રાસમાં કામ શરૂ કર્યું. મિલનસારપણાને અભાવે કઈ તેની સાથે વાતચીત કરતું ન હોવાથી તે એકલવાયા જેવો રહેતો હતે. તેની જિંદગીને જે ભાગ તેણે મદ્રાસમાં ગાળ્યો હતે તે વિપત્તિથી ભરપૂર હતો. થોડા જ વખતમાં અતિશય દુઃખથી કંટાળી જઈ તથા નિરાશ થઈ તેણે સ્વદેશ પાછા ફરવાનો વિચાર કર્યો. “સ્વદેશ છોડ્યા પછી મારે એક પણ દિવસ આનંદમાં ગયે નથી” એવું તેણે આ વેળાના એક પત્રમાં લખ્યું છે. પીસ્તલ કેડી પ્રાણ ત્યાગ કરવાને પણ તેણે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં તે નિષ્ફળ થયો ત્યારે તે એટલુંજ બેલ્યો કે, “મારે પ્રાણ જતો નથી તે ઉપરથી માલમ પડે છે કે આ દુનીઆમાં મારી જીંદગીનું કંઈ પણ પ્રયોજન છે.” સરકારી કામમાં તે ઉપરીઓની દરકાર રાખતે નહીં, એટલે ત્યાં પણ તે નિશ્ચિત નહે. લાચારીએ ગમે તેમ કરી તે પિતાને વખત કહાડતો હતે. મદ્રાસના ગવર્નર મી. મૅર્સે તેને પોતાની પાસે બેલાવી