________________ 468 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. જોઈએ તે પુસ્તક વાંચવા પરવાનગી આપી. સને 1746 માં ફ્રેન્ચ લેએ મદ્રાસને કબજે લીધો ત્યારે ફેર્ટ સેન્ટ ડેવિડમાં નાસી આવેલાં અંગ્રેજ મંડળમાં લાઈવ પણ હતા. એ મુસલમાની વેષ ધારણ કરી મદ્રાસમાંથી નાસી ગયા હતા. આ વખતે તેને કંઈ પણ ખાસ કામ કરવાનું નહીં હોવાથી તે પાનાં રમવામાં પોતાને વખત ગુમાવતે. પછીથી જ્યારે ફ્રેન્ચ લેકેએ ફેર્ટ સેન્ટ ડેવિડ ઉપર હુમલે કર્યો ત્યારે ત્યાં અંગ્રેજ ફેજ ઘણી થડી હોવાથી સઘળા લેકને હથીઆર ઉપાડવાં પડયાં, એટલે લાઈવને મરજી માફકનું કામ મળ્યું, અને સર્વના એકત્ર પ્રયત્નથી શ્રેન્ચ લેકોને ફેર્ટ સેન્ટ ડેવિડ આગળથી પાછા હઠવું પડયું. એ પછી અંગ્રેજોએ પિડીચેરીને વેરે ઘાલ્યો ત્યારે ક્લાઈવે ત્યાં હાજર હતા, અને એણે કરેલા મોટાં પરાક્રમથી અંગ્રેજ સેનાપતિ મેજર લોરેન્સને એના ગુણની પરીક્ષા કરવાની તક મળી. દેવીકોટા કબજે કરવા માટે ગયેલી અંગ્રેજ સ્વારીમાં લાઈવને લેફટનન્ટની પદવી આપવામાં આવી હતી. તે શહેર હસ્તગત કર્યા પછી તેને લશ્કરની તજવીજ રાખવાનું કામ સોંપવામાં આવ્યું. આવી રીતે મળેલી તકને લાભ લઈ તે હિંદુસ્તાનની પરિસ્થિતિ બારીકાઈથી તપાસતો હતો. દેશી લશ્કર, યુરોપિયન પ્રજાએ કરેલાં ચિત્તાકર્ષક કામે, ઈત્યાદિ જેવાથી તેને મોટા મોટા વિચારે આવવા લાગ્યા હતા. પિન્ડીચેરીના ઘેરા વખતે બહાદૂરી ભરેલાં અનેક કામો તેણે કર્યા હતાં; દેવીકેટામાં પણ તક મળતાં જોખમ ખેડવાને તે ચુક્યો નહોતો. કેપ્ટન જીજેનનાં છકરવાદીપણુથી નિષ્ફળ ગયેલા હલ્લામાં તે લશ્કરી સરંજામ પુરું પાડવાનાં કામ ઉપર હતું. એ વખતે પિતાનાં માણસને ધીરજ આપવા તેણે પુષ્કળ મહેનત કરી પણ તે ફળીભૂત થઈ નહીં. જેનની ગોઠવણ તેને બીલકુલ પસંદ પડી નહીં એટલે પિતાનું કામ છેડી ગવર્નરને મળવા તે કેર્ટ સેન્ટ ડેવિડ ગયો. તે વખતે મી. મૅર્સની જગ્યાએ ગવર્નર સૌંડર્સ (Saunders ) તરત જ આવેલો હતો. સઘળી તરફથી આવી પડેલા બારીક પ્રસંગે ચાલાકીથી કામ કરવાનું હોવાથી કલાઈવે તેની આગળ સઘળી હકીકત જાહેર કરી. ટીચીનાપલીમાં સપડાયેલા મહમદઅલ્લીને મદદ મેકલવાની અતિશય જરૂર હતી, કેમકે જે