________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. 463 આ પ્રમાણે કેન્યની સત્તા તથા યુક્તિ પરાકાષ્ટાએ પહોંચી. મુઠીભર કવાયતી લશ્કરની મદદથી સાડાત્રણ કરોડ વસ્તીને પ્રદેશ તેઓએ જોતજોતામાં પિતાના તાબામાં લીધું હતું, અને તેઓ ધારતે તે કર્નાટક સુદ્ધાને સઘળો પ્રદેશ ફ્રેન્ચ સત્તા હેઠળ આણી શકતે. પણ તુર્ત વેળા તેમ નહીં કરતાં દેશી રાજાઓને મે જાળવી રાખવાનું ડુપ્લેને યોગ્ય લાગ્યું. મહમદઅલીને લગભગ સમજાવી લેવામાં આવ્યો હતો. આ બાબત અંગ્રેજોને વૈષમ્ય લાગ્યું હોય તો પણ તેમને વચમાં પડવાને કારણ નહોતું, કેમકે તેમની મદદ માંગવાને કઈ તૈયાર હતું નહીં. એમ છતાં અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી કાંટે કહાડવા ડુપ્લે અતિ તત્પર હતે; એઈ લાશાપેલના કેલકરારથી તેના હાથ બંધાઈ ગયેલા હોવાથી તેમને ચાલતી ધમાધમીમાં વચ્ચે આવવાને અવકાશજ મળે નહીં એવી ડુપ્લેની યુક્તિ હતી, અને તે ઘણુંખરી પાર પડ્યા જેવી જ હતી. . એ દરમિયાન ડુપ્લે પિન્ડીચેરીમાં બેઠો બેઠે શેત્રજનાં મેહરાની માફક કર્નાટકમાં દક્ષિણના સત્તાધીશોને ફેરવતા હતા. તે દાવ જીતી ગયા હોય તેમ ઘણુંખરાઓને તેમજ તેને પણ ક્ષણભર લાગ્યું. આ દાવ આગળ કેવી રીતે અને ક્યારે પુરે થયો તે જોવાને પ્રસંગ આવે છે. તુર્ત એટલું તે ખરું કે આ દુનીઆની વ્યવસ્થા કરવાને પ્રત્યક્ષ પરમેશ્વરને પણ વખત અને સ્વસ્થતા જોઈએ છે, પણ ડુપ્લેએ તે મોટા મોટા પ્રદેશના રાજકીય ફેરફાર ક્ષણવારમાં કરી નાંખ્યા. રાષ્ટ્રીય ફેરફાર પાર પાડવામાં વખત લાગે છે; અને રાષ્ટ્રની તેમજ સમાજની હીલચાલ સમજવા તથા કેવા બનાવો બને છે તે જાણવા વખત લાગે છે. કલ્પનાની ઝડપ કરતાં આપણું અક્કલ વધારે વેગથી જાય છે એ હુસેના લક્ષમાં રહ્યું નહીં. ડુપ્લેના રાષ્ટ્રબંધુ નેપોલિયનની પણ આગળ ઉપર આવી જ સ્થિતિ થઈ હતી એમ ઈતિહાસ કહે છે. એકદમ જોરથી કુદકે મારી સઘળું સ્વાહ કરનારાને આખરે કંઈજ મળતું નથી એ વ્યવહારિક ન્યાય દેશને પણ લાગુ પડે છે એ ઉપરનાં ઉદાહરણથી આપણને જણાય છે. ધીરજ, ગાંભીર્ય તથા શાંત વિચાર આગળ ઉતાવળ અને દોડધામ કંઈ કામ લાગતાં નથી. એક નાની