________________ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. દિવસે સુબેદારની ફેજ તથા કડીપાના નવાબની ફેજ વચ્ચે કંઈક નવા કારણથી દ્રો ઉપસ્થિત થયે, પણ ખરું જોતાં તે રચેલા ભેદને આરંભજ હતો. નવાબનાં માણસોએ સુબેદારની પછવાડેના જનાનખાનાની તહેનાતમાં રહેલી ટુકડી ઉપર હલે કર્યો. આથી સુબેદાર ગુસ્સે થયા, અને નવાબને શિક્ષા કરવા બુસીને જણાવ્યું. આ બાબતને ઉગ્રરૂપ લેતું અટકાવવા માટે બુસીએ સમાધાન કરવા પ્રયત્ન કર્યો, પરંતુ ત્રણે નવાબ બંડખર થઈ વધારે બખેડ કરવા લાગ્યા. એકદમ ગુસ્સાના આવેશમાં બુસીની મદદની રાહ ન જોતાં મુઝફફરજંગે નવાબે ઉપર હલે કર્યો, ત્યારે ઘણી ઝનુની અને ખૂનરેજી ભરેલી ઝપાઝપી થઈ ખુસી ત્વરાથી આવી પહોંચતાં લડાઇની ગડબડમાં સાવનૂરને નવાબ રણમાં પડયો, અને કડીપાને નવાબ જખમી થવાથી તેને તેનાં માણસો ઉંચકી લઈ ગયાં. આ મુખ્ય બંડખેર જીવતે છટકી જાય એ મુઝફફરજંગને પસંદ ન પડતાં તે તેની પાછળ ધો. એટલામાં કર્નલને નવાબ તેની આડે આ બન્ને હાથે હાથ થઈ જતાં કર્નલના નવાબે મુઝફફરજંગને ભાલાથી ઠાર કર્યો, તે જોઈ મુઝફરજંગનાં માણસેએ નવાબને પણ સ્વધામ પહોંચાડે. ( આ પ્રમાણે મુઝફરજંગ પડવાથી ભયંકર ઘેટાળો થયો, તે પણ બુસીનું ડહાપણું અને વખત સાચવી લેવાની કળા જબરાં હતાં. તેણે ધીરજથી સઘળું શાંત પાડી નિઝામ નાસીરજંગને ભાઈ સલાબતજંગ જે આ સ્વારી. માં કેદમાં પડેલે હતો તેને છોડી સુબેદારી ઉપર દાખલ કર્યો, અને જાણે કંઈ પણ અડચણ આવી ન હોય તેમ સઘળી વ્યવસ્થા કરી તે આગળ ચાલ્યો. સલાબત અંગે ફ્રેન્ચ લેકે સાથે થયેલા અગાઉના સઘળા કરાર મજુર રાખ્યા, અને વિશેષમાં તેમને કેટલાંક પરગણુઓ બક્ષિસ આપ્યાં. આગળ જતાં તેણે કર્નલને કિલ્લે જમીનદોસ્ત કર્યો, અને પેશ્વા બાલાજી બાજીરાવે તેને બે લાખ રૂપીઆ આપી મરાઠાઓની અડચણ દૂર કરી. હૈદ્રાબાદમાં થોડા દિવસ રહ્યા પછી સ્વારી તા. 9 મીએ ઔરંગાબાદમાં દાખલ થઈ, અને ત્યાં સલાબતજંગને યથાવિધિ દક્ષિણના સુબેદારને પિશાક આપવામાં આવ્યો.