________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ 453 armies) ની શરૂઆત જ હતી એમ સુજ્ઞ વાચકોને જણાયા વિના રહેશે નહીં. ફુલેએ આપેલી ફેજ ઉપરાંત ચંદા સાહેબે છ હજાર માણસે એકઠાં કર્યાં હતાં, અને મુઝફફરજંગ ત્રીસ હજારનું મેટું લશ્કર લઈ તેને આવી મળ્યો હતો. કેન્ચ ફેજને ઉપરી ડેટીલ (d' Auteuil) હતું. આ સઘળું લશ્કર દમલચેરીના ઘાટમાં દાખલ થયું ત્યારે તેને ખબર મળી કે અનવરૂદ્દીન વીસ હજાર લશ્કર લઈ તેની સામે ધસી આવતો હતો. આ વખતે અનવરૂદીન અંબુરમાં પડેલે હતો એટલે ત્યાં સુધી જવાને ચંદા સાહેબને હરકત પડી નહીં. તા. 3 જી ઑગસ્ટ, સને 1749 ને દીને ડેટીલે અનવરૂદીન ઉપર હલ્લે કર્યો પણ લડાઈમાં તે જખમી થવાથી તેનાં માણસે નાસવા લાગ્યાં. આ પ્રસંગે ડેટીલના હાથ હેઠળના ખુસી (Bussy) નામક કેચ અમલદારે પાછાં ફરતાં માણસને ધીરજ આપી ફરીથી લડાઈ શરૂ કરી. થોડે વખત ઘણું ઝનુની સંગ્રામ થયા બાદ અનવરૂદીન માર્યો ગયો. એ વેળા તેની વય 107 વર્ષની હતી એમ કહેવાય છે. એને એક છોકરો માક્રૂઝખાન ચંદા સાહેબના હાથમાં સપડાયા, પણ બીજો મહમદઅલ્લી નાસી ગયા. વિજયી ચંદા સાહેબ અને મુઝફફરજંગ રાજધાની આર્કિટમાં દાખલ થયા એટલે આખો કર્નાટક પ્રાંત તેમના તાબામાં આવ્યો. અહીં મુઝફરજંગે દક્ષિણના સુબેદારની પદવી ધારણ કરી ચંદા . સાહેબને કર્નાટકની નવાબી આપી. ત્યારબાદ બન્નેએ પિન્ડીચેરી જઈ ડુપ્લેને અત્યંત આભાર માન્ય. તેણે પણ તેમને ભારે સત્કાર કર્યો અને લેકે ઉપર છાપ બેસાડવા માટે મેટ સમારંભ કરી સઘળાને લશ્કર તથા કાફલાને ભારે ઠાઠ બતાવ્યો, કેમકે દેશીઓના મનમાં પિતાનું વજન વધારવાની તક ડુપ્લે કદી પણ ગુમાવતે નહીં. ચંદા સાહેબે પણ તેને અનંત ઉપકાર માન્યો, અને પિતે કરેલા ઉપકારના બદલામાં ડુપ્લેને પિન્ડીચેરી પાસેનાં 81 ગામની રાજ્યસત્તા હમેશને માટે સોંપી દીધી. એ પછી મુઝફરજંગ પિતાનાં 50 હજાર લશ્કર સહિત પિન્ડીચેરીથી નીકળી ગયો, પણ ચંદા સાહેબ આગળને વિચાર કરવા ત્યાં જ રહ્યું. કર્નાટક એના તાબામાં આવ્યું હતું, તે પણ