________________ ૪પર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઘણાં વર્ષ થયાં સતારામાં પડી રહ્યો હતો. ઈતિહાસકાર ઓર્મ (Orme) કહે છે કે હિંદુસ્તાનના રાજાઓ ઘણું કંજુસ હતા; કેદમાં ગમે તેટલાં સંકટ સહન કરતા પણ દંડ ભરી છૂટતા નહીં. ચંદા સાહેબ પાસે દંડ આપવાને પૈસા નહીં હતા એવું કંઈ નહોતું પણ તે હાથમાંથી છૂટવ્યાજ નહીં, અને તેથી છ સાત વર્ષ તેણે કેદમાં કહાળ્યાં. ચંદાસાહેબની સ્થિતિ તપાસતાં ર્મનું આ કહેવું સંભવનીય લાગતું નથી. ગમે તેમ હોય પણ સતારામાં મુઝફર જંગ અને ચંદાસાહેબ એ બન્ને સરખી સ્થિતિના ગ્રહસ્થાએ છુપી મસલત કરી મરાઠાઓની મદદથી પિતપતાના હક પાછા મેળવવા નિશ્ચય કર્યો. પરંતુ પિતાના વેરી મરાઠાઓની મદદથી ઉક્ત હેતુ પાર પાડવાનું ચંદાસાહેબને એગ્ય લાગ્યું. નહીં, તેથી તેણે સઘળી હકીકત ડુપ્લે આગળ રજુ કરવાની ગોઠવણ સૂચવી. પિન્ડીચેરીમાં રહેતી ચંદા સાહેબની સ્ત્રીને ડુપ્લેની સ્ત્રી સાથે સ્નેહ હતું તેની મારફત આ વિશેના સંદેશા ચાલવા માંડ્યા. ડુપ્લે આવી તકની રાહ જ જેતે હતે, કેમકે ગમે તે રીતે દક્ષિણ હિંદુસ્તાનમાં પિતાને અમલ સ્થાપવા માટે તે અતિશય આતુર બન્યો હિતે. તદનુસાર તેણે તરતજ ચંદા સાહેબને મરાઠાઓના હાથમાંથી છૂટકારો મેળવી લેવા જણાવ્યું, અને વિશેષમાં તેમની મદદ નહીં સ્વીકારવા આગ્રહ કર્યો. ચંદા સાહેબના છૂટકા માટે સાત લાખ રૂપીઆ દંડ ભરવાની જામીનગિરી ડુપ્લેએ પતે આપવા પેશ્વાના દરબારમાં જાહેર કર્યું. આ જામીનગિરી કબૂલ કરી મરાઠાઓએ ચંદા સાહેબને છેડી મુક, અને સને 1748 ના આરંભમાં બંદેબસ્ત માટે ત્રણ હજાર સ્વાર આપી તેને સ્વદેશ તરફ રવાના કર્યો. અનેક ઠેકાણે યુદ્ધ કરતો તથા લશ્કર એક કરતે ચંદા સાહેબ કર્નાટકમાં આવી તુરતજ લેને મળે, અને એ ઠરાવ કર્યો કે પેન્ડીચેરીમાંનાં બે હજાર દેશી લશ્કરને ખર્ચ આપવાના બદલામાં તે ફેજ ઉપરાંત 400 યુરોપિયન સેલજરે ડુપ્લેએ તેની મદદે આપવા, અને એ ખર્ચ પેટે ચંદાસાહેબે પિન્ડીચેરીને લગતા કેટલેક મુલક ફ્રેન્ચ લેકને જાશુકને આપી દેવો. આ ઠરાવ માત્ર અંગ્રેજોએ આગળ ઉપર ઉભાં કરેલાં સાઘકારી લશ્કર (subsidiary