________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. તિક મળે, પૈસાની તેમજ થોડા ઘણું પ્રદેશની પ્રાપ્તિ થાય, વેપારની સિવળતા વધે, વગેરે અનેક ફાયદાઓ સહેલાઈથી મળતા હોવાથી યુરોપિકને પિતાને થતી માંગણીઓ સ્વીકારવાને શું કામ આનાકાની કરે? તારની તકરારમાં અંગ્રેજોએ પ્રથમ હાથ ઘાલ્ય તે આવીજ કંઈક મતલબથી હતો. તેમાં તેમને બરાબર યશ મળે નહીં પણ ઉલટું બેવડું તકસાન થયું. એક તે તેમના ધારવા જેવો ફાયદો થયો નહીં, અને બીજું આવા કામમાં તેમણે શરૂઆત કરવાથી તેમને પગલે ચાલવામાં કંઈ હરકત હોય એમ જણાવવા ડુપ્લેને કારણ મળ્યું, અને એજ સબબ ઉપર હિંદુસ્તાનમાં ફ્રેન્ચ સત્તા સ્થાપવાનું કામ તેણે ઉપાડયું - - હૈદ્રાબાદના પહેલા નિઝામ આસફજાહનાં મરણથી ડુપ્લેને જોઈતી તક મળી. આસફ જાહના મજબૂત અમલને અંત આવતાં તેના મુલકમાં તેમજ કર્નાટકમાં સર્વત્ર બખેડા થયા. નાના તરેહનાં યુદ્ધ, સંતલસ, ખુન, લડાઈ ઘેરા તથા નાના મોટા સંગ્રામને લીધે દક્ષિણ હિંદુસ્તાનમાં જે ગડબડાટ થઈ રહી તેને ઈતિહાસકારોએ કર્નાટકનું યુદ્ધ એવું સામાન્ય નામ આપ્યું છે. આ ભાંજગડમાં દાખલ થઈ પહેલાં કર્નાટકમાં અને પછી ધીમે ધીમે હૈદ્રાબાદમાં પિતાની લાગવગ બેસાડ્યા પછી, દક્ષિણમાં ફ્રેન્ચ સત્તા કાયમ કરવાને પ્લેને વિચાર હતે. કાન્સ પાછા ફરતાં આ બાબત તેના ઉપર કામ ચાલ્યું ત્યારે પિતાના બચાવમાં તેણે એવું પ્રતિપાદન કર્યું કે “હિંદુ સ્તાનની તે કાળની સ્થિતિમાં તટસ્થ વૃત્ત ધારણ કરવાનું અશક્ય હતું. જે મેં દેશીઓને મદદ કરી ન હતી તે અંગ્રેજો કરતે, અને તેમ કરી તેઓ સર્વોપરી થયા હેત.” સને 1748 ના તહનામાંથી તકરાર મટવાની જે અપેક્ષા અંગ્રેજ કંપનીએ રાખી હતી તે ખોટી ઠરી; ઉલટી ડુપ્લેના ઉપલા ઉપક્રમને લીધે પહેલા કરતાં વધારે ઝનુની તકરારે ઉપસ્થિત થઈએકવાર ડુપ્લેએ ચંદા સાહેબ અને મુઝફફરજંગને મદદ કરી એટલે તેમના સામા પક્ષને મદદ કરવાનું અંગ્રેજો માટે અનિવાર્ય હતું. “ફ્રેન્ચ લેકેએ અમારાં વસાહતને ઉચ્છેદ કરવા માંડે છે, મોટા મોટા પ્રદેશે તેમણે પિતાની સત્તા હેઠળ લીધા છે, અને અમને એવી રીતે ઘેરી લીધા છે કે આપના તરફથી