________________ 454 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. જ્યાં સુધી અનવરૂદીનને છોકરો મહમદઅલ્લી છૂટે રહે ત્યાં સુધી એનાથી સ્વસ્થપણે બેસી શકાશે નહીં એમ ડુપ્લેને લાગ્યું. અંબુથી નાસી મહમદઅલી ટ્રીચીનાપલીમાં ભરાયા હતા, કેમકે એ શહેરને બંદેબસ્ત ઘણું ઉત્તમ પ્રકારને હતા. સુબેદાર નાસીરજંગ મેટાં લશ્કર સાથે કર્નાટક ઉપર આવે છે એવી બાતમી મળતાં ડુપ્લેએ ચંદા સાહેબને એકદમ ટ્રચિનાપલી જઈ તે કબજે લેવા આગ્રહ કર્યો. આ બનાવ બનતા હતા તેજ વખતે અંગ્રેજોએ પ્રતાપસિંહ પાસે દેવીકેટ મેળવ્યું, અને તે પછી તર- તજ અંબુરની લડાઈની હકીકત તેમની જાણમાં આવતાં તેઓ ચંદા * સાહેબને પક્ષ લે કે મહમદઅલ્લીને મદદ કરવી એ બાબત વિચારમાં પડયા. પણ પેન્ડીચેરીમાં ડુપ્લેએ ચંદાસાહેબને સઘળી ગોઠવણ કરી આપી હતી; પિતાની ગાંઠના એક લાખ રૂપીઆ તેને વ્યાજે આપી બીજાઓ પાસેથી બે લાખ રૂપીઆ અપાવ્યા હતા, અને એ ઉપરાંત ડયુકિન (Duquesne) ની સરદારી હેઠળ 800 યુરોપિયન અને 300 આફ્રિકન લશ્કર તૈયાર કરી આપ્યું હતું. સર્વ તૈયારી થયા પછી ચંદા સાહેબ ટીચીનાપલી આવવા નીકળ્યો. ડુપ્લેએ સઘળી તજવીજ કરી આપી ખરી પણ તે પ્રમાણે અમલ કરી ઉપાડેલે હેતુ પાર પાડવાનું કામ બીજાના હાથમાં હતું. ચંદા સાહેબના હાથમાં આવેલી રકમ તેણે અને મુઝફરજંગે મળી ભળતીજ બાબતમાં વાપરી નાંખી, અને અડધે રસ્તે આવ્યા પછી નાણાંની તંગીને લીધે ટીચીનાપલી ઉપર જવાનું મુકી દઈ તે તાંજોરના રાજા પાસેથી પૈસા ઓકાવવાની મતલબથી તે તરફ વળ્યો. અહીં આવી ચંદા સાહેબે રાજા પાસે ખંડણીની માંગણી કરી. આ જુદા જ પ્રકારનું સંકટ જોઈ રાજાએ ફાંફાં મારવા માંડયાં, અને ગમે તે કારણે પૈસા ન આપતાં નાસીરજંગ તથા અંગ્રેજોને આગ્રહપૂર્વક સંદેશા મોકલી તેમની પાસેથી મદદ માંગી. અંગ્રેજોએ મહમદઅલ્લી માટે થોડી મદદ મેકલી હતી, તેમાંનાં વીસ માણસને તાંજોરમેકલ્યાં. ચંદા સાહેબની સુસ્તી જોઈ ડુપ્લે યાકુળવ્યાકુળ થઈ ગ, અને તાંજોરના લેભમાં ચંદા સાહેબ સઘળું ગુમાવતા હતા કે શું એમ તેને લાગ્યું. તેણે યુકિનને તાકીદને હુકમ મકલી, તાંજરના રાજાને