________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. 457 હવે પછીની હકીકતમાં બુસીનું નામ અગ્રસ્થાને આવવાનું હોવાથી તેની વિશેની કેટલીક હકીકત અહીં જણાવવી અસ્થાને લેખાશે નહીં. એને જન્મ ફ્રાન્સમાં સને ૧૭૧૮માં થયો હતો, અને લાબુને ગવર્નર હતે તે સમયે તે સેન્ટ લઈ આવ્યો હતો. સને 1746 માં તે લાબુનેની સાથે પિન્ડીચેરી આવ્યો ત્યારથી તે હિંદુસ્તાનમાં જ રહ્યા. અહીં ડુપ્લેની સાથે રહેવાને અનેકવાર તેને પ્રસંગ મળવાથી એકમેકના ગુણની પરીક્ષા કરવાની તેમને તક મળી, અને તેમના મનમાં એક બીજાને માટે પુજ્યબુદ્ધિ ઉત્પન્ન થઈ. આગળ જતાં બન્નેએ સાથે મળી રવરાછના હિતનાં અનેક કામ કર્યા. અંજીને કિલ્લે સર કરવામાં બુસીનું ખરું શર જાહેર થતાં, હિંદુસ્તાનમાંનાં દેશી દરબારોમાં ફ્રેન્ચ લેકોની દહેશત લાગી, અને તેઓ હવે સર્વ હિંદુસ્તાનનું રાજ્ય કબજે કરે છે કે શું એમ છેડે વખત સઘળાને લાગ્યું. નાસીરજંગે ગભરાટમાં કેન્ચ સાથે મિત્રાચારી કરવાનો વિચાર કરવા માંડે; પણ મુઝફફરજંગને કેદમાંથી છોડી તેના છોકરાને નવાબગિરી આપવાનું વચન તે આપે નહીં ત્યાં સુધી ફ્રેન્ચ સાથે તહ થવી મુશ્કેલ હતી. નાસીરજંગને એ વાત કબલ ન હોવાથી લડાઈ સિવાય તેને માટે બીજે માગે હતો નહીં. આવી રીતે લડવાને પ્રસંગ આવે તે અગાઉ ડુપ્લેએ અંદર ખાનેથી કારસ્તાન કરી નાસીરજંગના તાબાના ઘણું મરાઠા અને મુસલમાન સરદારોને ફેડી મુઝફરજંગના પક્ષમાં વાળી લીધા હતા. નાસીરજંગ સદા એશઆરામમાં નિમગ્ન રહેતે, અને હાથ હેઠળના સરદાર પ્રત્યે ઉદારપણાથી નહીં વર્તતાં કેન્ચ સાથે સલાહ કરવા તરફ દુર્લક્ષ કરો. આ રીત સરદારને પ્રતિકૂળ પડતાં ડુપ્લે અને મુઝફફરજંગની ઉશ્કેરણીથી તેમનાં મન અસ્વસ્થ થયાં, અને તેઓ નાસીરજંગને નાશ કરવા ઉઘુક્ત થયા. આથી નાસીરજંગ ફ્રેન્ચ સાથે સલાહ ન કરતાં લડાઈ કરવાનો હુકમ આપે તેજ વખતે તેને છોડી જઈ વિરૂદ્ધ પક્ષમાં મળી જવાને ગુપ્ત ઠરાવ તેઓએ કર્યો હતે. આ ભેદ તેમણે ગમે તેટલે છુપે રાખ્યો તે પણ નાસીરજંગ પિતાની સ્થિતિ ઘણુંખરી સમજતો હતે. લડાઈનાં વિલક્ષણ પરિણામની વ્હીકે તેણે ડુપ્લેનું કહેવું કબૂલ કરવાને ઠરાવ કરી તેવા આશયને પત્ર