________________ પ્રકરણ 17 મું. ] કર્ણાટકમાં બીજું યુદ્ધ. 449 પ્રતાપસિંહ તારને બચાવ કરવા ઝડપથી ગયે. આથી અંગ્રેજોએ શાહુજીને પક્ષ છોડી દીધો. પ્રતાપસિને દર સાલ 4000 રૂપીઆને મુસા આપી મદ્રાસમાં પિતાની દેખરેખ હેઠળ રાખે, અને ચંદા સાહેબ તાંજોર ઉપર હુમલે કરે તે તેને મદદ કરવા કબૂલ કર્યું. આ પ્રમાણે દેશી રાજાઓની મદદે પોતાની ફેજ મોકલવાનો રીવાજ અંગ્રેજોએ શરૂ કર્યો. આ અગાઉ એમણે તેમજ કેન્ચ લેકએ હિંદીઓને મદદ કરી હતી, પણ તે સમયે તેમની વચ્ચે ખુલ્લું યુદ્ધ ચાલતું હોવાથી તેમ કરવામાં તેઓએ કંઈ ગેરરીતી ચલાવી હતી એમ કહી શકાય નહીં. આ પરદેશી લકોને દેશી રાજાઓએ પિતાની હદમાં જાહેર રીતે લડવા દીધા એજ તેમની મોટી ભૂલ હતી. તથાપિ એટલું તે લક્ષમાં રાખવું જોઈએ કે આ વેળા કર્ણાટકમાં મેગલેની સત્તા છેકજ નષ્ટ થઈ ગઈ હતી, અને જે તે રાજ્ય મેળવવા મથન કરી રહ્યું હતું. એ સ્થિતિમાં યુરોપિયન લોકોને પિતાપિતાને કાલે ઘણે ઉપયોગી થયો, કારણ પિન્ડીચેરી અને મદ્રાસમાં તે વડેજ ઉભય પ્રજાને બચાવ થતો હતે. યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચે સલાહ થતાં હિંદુસ્તાનમાંની પ્રતિસ્પર્ધી કંપનીઓથી ખુલ્લી રીતે લડાઈ ચલાવાતી નહીં, એટલે આસપાસ ચાલતા ઝગડાને લાભ લઈ એક બીજા સામે ચડસાચડસી કરી અને તેમ આગળ વધવાનું તેમને માટે યોગ્ય હતું. તેમનાં લશ્કરને ખર્ચ આપી પિતાના કામમાં તેનો ઉપયોગ કરવા અનેક દેશી રાજાઓ ઉત્સુક હતા. એમાં કેટલાક આસામીઓ કેવળ સ્વપરાક્રમ ઉપર નસીબ અજમાવવાની રાહ જોતા; કેટલાકને રાજ્ય ઉપર હક હતું છતાં તે મેળવવા તેમના હાથમાં જોર નહોતું; કેટલાકે વિસ્તિર્ણ પ્રદેશ દબાવી બેઠા હતા, અને એ સિવાય મરાઠાઓ અને મુસલમાન સરદારે આખા પ્રદેશ ઉપર ભટકયા કરતા હતા. આ સ્થિતિમાં થોડો વખત પાડોસમાં રહેતા યુરોપિયનોની મદદ લેવાથી દેશ કે પ્રજા ઉપર આખરે શું પરિણામ આવશે તેની કોઈને પણ દરકાર નહતી. પરંતુ આવાં તેડાથી યુરોપિયનેને તે આજ લાભ મળતો. લશ્કરને ખર્ચ નીકળે, દુશ્મને સાથે ઝપાઝપી કરી મનમાંને દાવ સાધવાની