________________ પ્રકરણ 17 મું. ] કર્ણાટકમાં બીજું યુદ્ધ. 447 રીતે અમુક મુદતમાં પુરું કરવું એવું અગાડીથી નિર્ધાર કરી કઈ યુદ્ધ કરતું નથી. યુદ્ધ થઈ ગયા પછી તેને ઐતિહાસિક સંબંધ જોડવામાં આવે છે, અને એમ કરવા માટે ઇતિહાસકાર વખતના જુદા જુદા ભાગ ઠરાવી તે દરમિયાન ચાલેલાં યુદ્ધને પહેલું યુદ્ધ, બીજું યુદ્ધ એવાં નિરાળાં નામ આપે છે. એવી જ રીતે આ કર્નાટકના યુદ્ધનું છે. ખરું કહીએ તે સને 1744 માં અંગ્રેજ ફ્રેન્ચ લેકાએ લડાઈ શરૂ કરી તે હિંદુસ્તાનમાંથી દેજો સત્તા અદ્રશ્ય થઈ જઈ સને 1763 માં પેરિસના કેલકરાર થયા ત્યાં સુધી થડે ઘણે અંશે ચાલુ હતી. પણ તેમાં બે વખતે થોડો થોડે ખાળો પડ્યો હતે. એક વખત સને 1748 માં. અને બીજી વખત સને 1754 માં. આ પ્રમાણે કર્નાટકમાં ચાલેલા યુદ્ધના ત્રણ વિભાગ પડે છે. પહેલે સને 1744 થી 1748 સુધીને,બીજે સને 1749 થી 154 સુધીન, તથા છેલ્લે અને ત્રીજે સને 1756 થી 1763 સુધીને. આ ત્રણ વિભાગને અનુક્રમે કર્નાટકમાં પહેલું, બીજું, અને ત્રીજું યુદ્ધ એવાં સાદાં નામ આપવા યોગ્ય લાગે છે. પહેલા અને ત્રીજા વિભાગમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે યુરોપમાં પણ યુદ્ધ ચાલ્યું હતું; બીજા વિભાગમાં ઝગડે આ દેશમાં જ ચાલ્યો હતો, પણ યુરોપમાં શાંતિ હોવાથી ઈંગ્લેંડ અને ફ્રાન્સને તે પસંદ પડે નહીં. એથી કરી કેટલાક લેખકે આ બીજાં યુદ્ધને નહીં ગણતાં કર્નાટકમાં પહેલું યુદ્ધ સને 1744 થી 1748 લગી થયેલું ગણી, બીજું યુદ્ધ સને 1756 થી 1763 સુધીનું ગણે છે, અને મધ્ય વિભાગના ઝગડાને અંગ્રેજ અને ન્ય કંપનીઓ વચ્ચે મહામહેને ઝગડો એવું નામ આપે છે. આપણુને એ ભેદ રાખવાને કારણ નહીં હોવાથી ત્રણે યુદ્ધને કર્નાટકમાં પહેલું, બીજું અને ત્રીજું યુદ્ધ એવાં નામ આપવામાં આવ્યાં છે. પહેલાં યુદ્ધમાં અંગ્રેજ તેમજ ફ્રેન્ચ લેકેએ લશ્કરી ખર્ચ પુષ્કળ વધારી મુક્યો હતો તે તહ થયા બાદ ઉપાડવાનું તેમનામાં સામર્થ્ય ન હોવાથી એ ખર્ચ બહારે બહાર કઢાડવાની તેમણે તજવીજ કરવા માંડી. તેમની આસપાસના હિંદી રાજાઓમાં ઝગડા થયા કરતા હોવાથી તેમની તરફથી આ યુરોપિયન વેપારીઓને મદદની જે માંગણી કરવામાં આવી તે