________________ 4% હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. વળી નવાબને આપેલા વચને શું ઉપગનાં છે? તે વચન પળાયાં નહીં તે એકદમ મોટી ફોજ લઈ પિન્ડીચેરી ઉપર ઉતરી પડતાં તેને વખત લાગશે નહીં. માત્ર પૈસા લેવાથી પણ શું ફાયદો ? અંગ્રેજો નાણું એકદમ આપવાને નથી; તેઓ તે હમણું હુંડી આપશે, અને જો એ હુંડી પાછળથી સ્વી. કારાઈ નહીં તે આપણે શું કરી શકીશું. કાલે તેમને કાફલે આવી પહોંઓ, અને તેઓને જય મળે તે તેઓ અગાડી કરેલા કરાર પાળવાના નથી. માટે મદ્રાસ આપણું તાબામાં લેવું એજ યોગ્ય છે.” ડુપ્લેને આ સંકલ્પ કોન્સિલને પસંદ પડવાથી તે પ્રમાણે અમલ કરવા લાબુનેને હુકમ ગયે. ડુપ્લેએ તેને અનેક રીતે વિનવ્યા, પગે પડે, સ્વદેશાભિમાન તથા સ્વરાજ્યની વાત કરી પણ લાબુનેએ પિતાને મમત છોડે નહીં. એવું કહેવાય છે કે અંગ્રેજો તરફથી તેને થેડી ઘણી લાંચ મળવાની હતી , તેથી તેણે કેઇનું કહ્યું ગણકાર્યું નહીં, અને નજીવા સ્વાર્થ માટે રાષ્ટ્રહિતને ઘાત કર્યો. તેણે આ પ્રમાણે કન્સિલના હુકમનો અનાદર કર્યો. ત્યારે તેને બાજુએ મુકી પિતાના હુકમની બજાવણી કરવા માટે ડુલેએ પિતાના તરફથી છ પ્રતિનિધિઓ મદ્રાસ મોકલ્યા. ફેજ અને આરમારની મદદથી લિાબુનેએ તેમને કેદમાં પુર્યા, અને સાડાચાર લાખ રૂપીઆ દંડ લઈ મદ્રાસ અંગ્રેજોને પાછું આપવા કરાર લખી આપે. આ વિકટ પ્રસંગે હવે શું કરવું તે ડુપ્લેને સૂઝયું નહીં. કાન્સથી હુકમ મંગાવવા વખત નહેત; લશ્કરી બળ સઘળું લાબુનેના હાથમાં હતું. આવી રીતે કુલે સાથે તકરાર થવાથી લાખુનેને પણ આગળ શું કરવું તેને વિચાર પડે. કેમકે કંઈ પણ અવનવું થતાં તેને મદ્રાસ છોડવું પડયું તે ડુપ્લેના હાથમાં સઘળો કારભાર આવશે એ મેટી ધારતી હતી. આથી ગમે તેવાં કારણ શોધી લાબુનેએ ડુ પ્લે સાથે તકરાર કરવા માંડી, પણ ડુપ્લેએ અચાનક તેની સાથે વિરોધ કરવાનું છેડી દીધું. આમ કેટલાક દિવસ વીતી ગયા પછી તા. 13 મી અકટોબરની રાતે મદ્રાસના દરીઆમાં એકાએક ભયંકર તેફાન થઈ આવ્યું, અને તે પૂરજોશમાં બેત્રણ દિવસ હુંકાયું તેમાં ફ્રેન્ચ કેનાં ઘણું વહાણ ના પામવાથી લાબુને લાચારીથી પોતાનાં ભાંગેલાં ટુટેલાં વહાણ સહિત પેન્ડીચેરી