________________ 434 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ભરેલું લાગવાનું માનવામાં આવે છે. આખરે ઘણીજ આનાકાની પછી સપ્ટેમ્બર, 1746 માં તે મદ્રાસ ઉપર ગયે. મદ્રાસના ફેર્ટ સેન્ટ જ્યોર્જના કિલ્લા ઉપરાંત કમાન્ડલ કિનારા ઉપર પેન્ડીચેરીથી સેળ માઈલ દક્ષિણે કડલેર પાસે ફેર્ટ સેન્ટ ડેવિડ અને પિટનેમાં તેમજ પેદપુળી, મલિપટ્ટણ, મેદાપુળમ અને વિશાખાપટ્ટણમાં અંગ્રેજ વસાહત હતાં. સને 1744 માં મદ્રાસના ગવર્નરના ઓઢા ઉપર આવેલ મિ. મોર્સ (Morse) પૂર્વે વેપારી હતા, અને સ્વભાવે અત્યંત સાદે તથા શાંત હતે. સાહસ એ શબ્દજ તેને ખબર નહેતા, અને રાજકીય ધારણ પણ તેનામાં કઈ નહતું. તે વેળાના રાજ્યકારી પુરૂષની ગ્યતા તત્તકાલીન સ્થિતિ ઉપરથી માપી શકાતી નથી એ અગ્રેજી ઈતિહાસને માટે દેવ છે. પાછળનાં સે દોઢસો વર્ષમાં થયેલા ફેરફારની દ્રષ્ટીએ આગળનો ઈતિહાસ લખવાનું આપણે મથન કરીએ છીએ. જે ગ્રહ વરિષ્ટને હુકમ બરાબર પાળી ગમે તેવી ભાંજગડમાં પડતા નહીં તે ઘણું વ્હીકણું અને નકામા ગણાતા; અને જેઓ ખાલી ધામધુમ મચાવી ગડબડાટ કરી મુકતા, અને પિતાને તેમજ પિતાના દેશને વિનાકારણ ઘેટાળામાં નાંખતા તેઓ સાહસિક, શૂરવીર અને મહાન ઠરતા. આ ચમત્કાર આ ઈતિહાસમાં ડગલે ડગલે જણાઈ આવશે. સને 1744 માં જ્યારે ડુપ્લેએ યુદ્ધ ન કરવા માટે મને વિનવ્યા ત્યારે તેણે ખસુસ યુદ્ધ કરવાને હુકમ મળ્યાનું જાહેર કર્યું, પણ તેની સઘળી તૈયારી છતાં કર્નાટકના નવાબે તેને લડવા દીધું નહીં. પછી મદ્રાસને ફ્રેન્ચ લેક તરફથી કઈ પણ નુકસાન પહોંચવાને સંભવ નથી એમ તેને લાગતાં ત્યાંની તૈયારી અને બંબસ્ત ઢીલાં પડી ગયાં. થોડા વખત પછી લાબુઈને મદ્રાસ ઉપર હલ્લો લાવે છે એવી ખબર આવી ત્યારે ત્યાં એકદમ ગડબડાટ થઈ રહ્યો. ગવર્નર મેર્સ નવાબને પહેલાંની પેઠે લડાઈ અટકાવવા વિનંતી કરી, પણ એ વિનંતી સાથે મોકલવાનાં નજરાણું તેણે નહીં મેકલવાથી તે માન્ય કરવા નવાબે સાફ ના પાડી. કેન્ચ લેકેએ પણ અંગ્રેજો વિરૂદ્ધ ખટપટ ચલાવી હતી. તા. 15 મી સપ્ટેમ્બરે લાબુને કાફલા સહિત મદ્રાસ આવી