________________ પ્રકરણ 16 મું.] કર્ણાટકમાં પહેલું યુદ્ધ. 433 કાફલા સામસામા આવી ગયાં, પણ બીજે દીને કૅડર પેટન ફ્રેન્ચની નજર ચુકાવી ચાલતે થે. લાબુનેને તેની પાછળ જવાનું તેમજ મદ્રાસ ઉપર હલે કરવાનું યોગ્ય ન લાગતાં તે પેન્ડીચેરી આવ્યો. અહીં ડુપ્લેને મળી બનેએ આગળ ઉપર કેવી રીતે કામ લેવું તે બાબત ઠરાવ કરવાનો હતો. 3. મદ્રાસનું લાબુનેને શરણે થવું અને લાબુંનેને અત (સ. 1746) –લાબુને અને ડુપ્લે બન્ને સાહસિક, મહત્વાકાંક્ષી અને મુશ્કેલ પ્રસંગે ચાલાકી તથા દ્રઢતાથી વર્તનાર હતા, પણ બનેને હકુમત ચલાવવાની ચેટક લાગેલી હોવાથી બીજાઓના હુકમનો અમલ કરવા તેઓ ઈજાર નહતા. બન્નેએ અત્યાર સુધી સ્વતંત્રપણે વર્તી પરાક્રમ કરી બતાવ્યાં હતાં, પણ હવે પ્રસંગ જુદે જ હતે. એકજ ઠેકાણે બન્નેની હકુમત ચાલવી અશક્ય હતી, અને બેમાંથી એક પણ તાબેદાર સ્થિતિમાં રહેનારે નહોતે. લાબુને સેન્ટ લુઇમાં સ્વતંત્ર અધિકાર ભગવતે હતો, છતાં પિન્ડીચેરીના ગવર્નર તથા કન્સિલની તેના ઉપર સત્તા હતી. યુરોપમાં જાગેલી લડાઈને લાભ લઈ અંગ્રેજોને હિંદુસ્તાનમાંથી નસાડવા માટે મદ્રાસ ઉપર હલ્લો કરી તે શહેર કબજે કરવા માટે બને જણાએ એકમતિથી ઠરાવ કર્યો. આ વખતે ડુપ્લેએ માન અપમાનની સઘળી વાત બાજુએ રાખી લાબુનેને મનેભાવથી મદદ કરવા કબૂલ કર્યું, અને એ સાહસનું સધળું માન લાબુનેને મળે એવી તેને ખાતરી આપી. હમણુને પ્રસંગે મદ્રાસ કબજે લેવું એ બન્નેને અગત્યનું લાગ્યું અને તે હેતુથી રચેલી યુતિ સિદ્ધ કરવા તેમને દ્રઢ વિચાર થયો, પણ મદ્રાસ ઉપર હલ્લે લઈ જવાને બારીક પ્રસંગ નજદીક આવ્યો ત્યારે લાબુનેએ ફાંફાં મારવા માંડયાં અને નહીં સબબના સબબ કહાડી નક્કી થયેલા ઠરાવ પ્રમાણે અમલ કરવામાં કાલ્પનિક મુશ્કેલીઓ ઉભી કરી. એવામાં મદ્રાસ ઉપર જવાને ઢગ કરતા નીકળેલ લાબુડને અચાનક અંગ્રેજ વહાણની નજરે પડતાં કેન્યની ધાસ્તીથી ગભરાઈ તેઓ નાસી ગયાં. પણ લાબુનેએ તેજ વખતે મદ્રાસ તરફ કૂચ કરવાનું છોડી દઈ પિન્ડીચેરી પાછા ફરવાનું મુનાસબ વિચાર્યું. આમ કરવાનું કારણ અન્યના હુકમ અન્વયે ચાલવાનું તેને અપમાન