________________ પ્રકરણ 16 મું. ] કર્નાટકમાં પહેલું યુદ્ધ. " 41 જેવા એક ક્ષુલ્લક પ્રસંગે આ સઘળું ક્ષણમાં ફેરવી નાંખ્યું. નવાબના પગ આગળ ઘૂંટણીએ પડી વિનંતી કરવાને વખત યુરોપિયને માટે જાતે રહ્યો, અને તેજ નવાબ ડુપ્લેના હાથમાં એક રમકડાં જેવો થઈ રહ્યો. હવેથી યુરોપિયન લેકની જનાઓ બદલાઈ ગઈ તેઓ વેપાર છેડી રાજ્યપદ મેળવવા માટેના ઝગડામાં દાખલ થવા લાગ્યા. દરેક બાબતમાં ફાયદો તેમનાંજ પક્ષમાં હોવાથી હિંદુસ્તાનમાં યુરોપિયનેમાંથી કેન્ચ કે અંગ્રેજ સર્વોપરી સત્તા ભોગવશે એ પ્રશ્ન બને પ્રજાની શક્તિ ઉપર અવલંબી રહ્યો હત; પણ હવે આ દેશમાં તેમનું રાજ્ય થશે એ ભવિષ્ય નિર્વિવાદ સિદ્ધ થયું. આ નવા ફેરફારનું સઘળું માન ફ્રેન્ચ લેકેને ઘટે છે. 5, યુદ્ધનું છેવટ–આ વિજયથી ડુપ્લેની અડચણે નાશ પામી, અને લાબુનેએ જે ઘેટાળ વાળ્યો હતો તેમાંથી તેને છુટકારો થયો. નવાબે જાતે કેન્ચ સાથે યુદ્ધ કરવાથી મદ્રાસ તેને સોંપવા બાબત થયેલા ઠરાવને અમલ કરવાની ફરજ પ્લે ઉપરથી જતી રહી. વળી તે શહેર લાબુનેના કરાર પ્રમાણે અંગ્રેજોને આપવાનું હતું, પણ તેને ડુલે અને કેન્સિલની સંમતિ ન હોવાથી તે કરાર પ્રમાણે ચાલવાની આવશ્યકતા રહી નહોતી; એટલે પરાડીસને મદ્રાસને લશ્કરી ગવર્નર નીમી ડુપ્લેએ તે શહેર કેન્ય રાજ્ય માં સામીલ કરવામાં આવ્યા બાબતનું જાહેરનામું કહાવું, અને ઘણુંખરા અંગ્રેજોને લડાઈના કેદી તરીકે પેન્ડીચેરી લઈ ગયો. આ વેળા કેટલાક અંગ્રેજો નાસી સેન્ટ ડેવિડના કિલ્લામાં ભરાયા તે વખતે ત્યાં રબર્ટ કલાઈવ હતું. એ કિલ્લો પિડીચેરીની દક્ષિણે સુમારે 12 માઈલ ઉપર. છે, અને ત્યાંથી બે માઈલ ઉપર કડલોર શહેર છે. આ સઘળી જગ્યા અને 1691 માં અંગ્રેજોએ પ્રથમ વેચાતી લઈ ત્યાં પિતાનું થાણું કર્યું હતું, અને ધીમે ધીમે તેના બદબસ્તની ગોઠવણ કરી હતી. મદ્રાસ ફેન્ચ લેકાના હાથમાં પડ્યા પછી અંગ્રેજોએ પિતાનું મુખ્ય થાણું અહીં કર્યું, અને હર પ્રયત્નથી તેનો બચાવ કરવા નિશ્ચય કર્યો. ફર્ટ સેન્ટ ડેવિડના કિલ્લાની જગ્યા અંગ્રેજોના હાથમાંથી લઈ લેવાય તો તે બાજુએથી સંપૂર્ણ રીતે અદ્રશ્ય થઈ જાય એમ ડુપ્લેને જણાયાથી તે મેળવવા માટે તેણે