________________ 444 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. - [ ભાગ 3 જે. કેઇને લાગ્યું. સેન્ટ મેની લડાઈ પછી ડુપ્લેના મનમાં ભાવી વિજ્યનાં દિવ્ય સ્વમાં આવવા લાગ્યાં હતાં. વળી ઉક્ત યુદ્ધમાં બન્ને પ્રજાનાં લશ્કરની સંખ્યા તેમની શક્તિ બહાર વધી જવાથી શાંતિના સમયમાં તેને મેં ખરચ ઉપાડવાનું તેમનામાં સામર્થ્ય નહોતું તેમ તેમના ઉપરી તરફને તે વિશે હુકમ પણ નહોતે. અર્થાત આ લશ્કર ટકાવી રાખવાનું કામ શોધી કહાડવાનું બને કંપનીના અમલદારને માથે આવ્યું. આજ લગી તેમણે હાથમાં ત્રાજવાં લઈવેપાર ચલાવ્યું હતું, પણ હવે તે છેડી દઈ તેને બદલે તલવાર લીધી હતી, એટલે દેશી રાજાઓ તેમની તરફની મદદની અપેક્ષા રાખી તેમને વિધ વિધ રીતે વિનવવા લાગ્યા હતા. અંગ્રેજ અને ફ્રેન્ચ હવે તાબેદાર મટી બરેબરીઆ થયા હતા, પરંતુ ઈંગ્લંડમાંની ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના અધિકારીઓને આ સઘળી હકીકત બરાબર સમજતાં ઘણે કાળ વ્યતીત થયે. તહનામું થયા પછી તેમને લાગ્યું હતું કે હવે બંને પ્રજા પૂર્વ વેપાર અગાઉની માફક ચાલુ કરી અરસપરસ સ્નેહભાવથી વર્તશે. પણ તેમની આ ધારણું ખેતી હતી. હિંદુસ્તાનમાંના તેમના અને ફ્રેન્ચ કંપનીના પ્રતિનિધિઓનાં મનમાં રાજ્ય સ્થાપનાની જે કલ્પના ઉદ્ભવી હતી તે તેમને સ્વસ્થ બેસવા દેનાર નહોતી. ઉપલાં યુદ્ધ પછી ડુપ્લેની ચાલાકી તેમજ કામ કરવાની રીત વિશે દેશીઓના મનમાં સારા વિચાર આવ્યા હતા, તેને લાભ લઈ હિંદુસ્તાનમાં ફ્રેન્ચ રાજ્ય સ્થાપનાનો ઉદ્યોગ તેણે ઉપાડ્યું. એમાં આખરે ફસાયે. તેમાં ડુપ્લે નાઈલાજ હતે. હિંદુસ્તાનથી કાન્સ લગને ફ્રેન્ચ વહાણના સંચારને માર્ગ અંગ્રેજોની માફક નિર્ભય નહોતે, એટલે પાયે મજબૂત બેઠેલે ન હોવાથી રાજ્યની ઈમારત ક્યારે ગબડી પડશે એ વાત ડુપ્લેના લક્ષમાં આવી નહીં, અને તેજ પ્રમાણે આગળ પણ થયું. લાબુનેએ એ હકમ માન્ય કર્યો હોત તે અંગ્રેજ કાફલા સાથે છેવટ સુધી તેને ટક્કર ઝીલવી પડતે નહીં. દેશને આરમારને કેટલે મેટો આધાર હતું એ વાત લેકેને સમજતાં પુષ્કળ વખત લાગે. મદ્રાસ સરખું એકાદ થાણું હસ્તગત થવાથી