________________ 428 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. દરબારમાં આવશે તે તેને મુશ્કેટોટ બાંધી ચાબકને માર મારવામાં આવશે.” કર્નાટક પ્રાંતને બંદેબસ્ત કરી, નિઝામેઆર્કટના નવાબની ગાદી ઉપર અવરૂદીન નામના એક પિતાના માણસને એપ્રિલ સને 1744 માં બેસાડો. અન્વરૂદીનને પિતા ઔરંગજેબ આગળ કુરાન પઢતે હત; આ વસીલાને લીધે તેને પ્રથમ પાંચની મસબ મળી હતી. પછી તે નિઝામ-ઉલ-મુલ્કના બાપ પાસે ગુજરાતમાં રહ્યો હતે; અહીંથી નિઝામ પાસે આવી તેના હાથ હેઠળ અનેક જગ્યા ઉપર એણે કામ કર્યું હતું. નિઝામે કર્નાટક ઉપર સ્વારી કરી ત્યારે અન્વરૂદીન ગવળોન્ડામાં મુખ્ય સત્તાધીકારી હતું. જ્યારે નિઝામના હાથમાં કર્નાટકને મુલક આવ્યો ત્યારે ત્યાંને બંદેબસ્ત જાળવવા આ પુરૂષ ગ્ય છે, અને તે પોતાના ભરોસાને તથા શરીર અને અનુભવી છે એમ જાણી નિઝામે તેને આર્કટની નવાબગિરી સેંપી, અને કર્નાટકને પ્રાંત પિતાના તાબામાં આવ્યો છે એમ સર્વ લેકેને જાહેર કર્યું. પરંતુ અન્વરૂદીનને કારભાર લોકોને રૂએ નહીં. તે અતિશય વૃદ્ધ હતો. સાદતઉલ્લાના કુટુંબીઓએ ત્રીસ વર્ષ નવાબગિરીને કારભાર કર્યો હતું, અને રૈયતને માટે કાળજી રાખી પ્રાંતની આબાદાની વધારી હતી તેથી લેકેની તે કુટુંબ ઉપર ભક્તિ હતી. નિઝામે સફદરઅલ્લીને છોકરાની વતી અવરૂદીનને કારભાર સોંપ્યો હતે. સફદરઅલ્લીના છોકરા સૈયદ મહમદનું ઘેડા જ વખતમાં કંઈક લગ્ન પ્રસંગે ખુન થયું. આ ખુન મુર્તઝાઅલ્લીએજ કર્યું એમ લેકવાયકા હતી; વળી એવું પણ કહેવાય છે કે મુર્તઝાઅલી અને અન્વરૂદીને મળી જઈ સૈયદ મહમદને ઠાર કર્યો હતો. ગમે તેમ હેય પણ સૈયદ મહમદના નાશ પછી નિઝામે અવરૂદીનને નવાબની ગાદી ઉપર કાયમ કર્યો. આ પ્રમાણે કર્નાટકની વ્યવસ્થા કરી નિઝામ પિતાના મુલક તરફ પાછો ફર્યો, અને કર્ણાટકમાં અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે યુદ્ધ શરૂ થયું. (3 2 ) જ -