________________ કર૬ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ જે. કરી, સફદરઅલ્લએ તેને અનેક મુલ્યવાન વસ્તુ નજર કરી; દિલ્હીના બાદશાહ મહમદશાહે તેને સ્વતંત્ર નવાબ બનાવી સાડાચાર હજાર સ્વારોની સરદારી આપી, અને એ નિમણુક પિન્ડીચેરીના ગવર્નર પાસે હમેશની રહે એવું ઠરાવ્યું. સારાંશમાં, બાદશાહ, તેના સુબેદાર, તથા તેના તાબાને કર્નાટકને નવાબ એ સઘળા કેટલા નિ:સત્વ થયા હતા, અને સ્વરક્ષણને માટે ગમે તેને આશ્રય લેવા માટે કેવા તત્પર હતા, એ આ ઉપરથી સ્પષ્ટ દેખાય છે. બે વર્ષના રાજ્યભગવટા પછી શુરવીર મુસલમાનમાં આટલો મેં ફરક પડી ગયો હતે. આગળ ગમે તે થાય પણ હાલનું સંકટ ટાળવા માટે તેમની બુદ્ધિ સંકોચાઈ ગઈ હતી. હવે પછી મરાઠાઓ કરતાં પણ યુરોપિઅન લેકે સર્વોપરી થશે એમ તેમને બીલકુલ લાગ્યું નહીં, એ તેમની બુદ્ધિની સીમા દાખવે છે. ન્ડિીચેરીમાં મેટા ઠાઠમાઠથી રહેવા લાગે. હરેક પ્રકારનાં વૈભવચિન્હ ધારણ કરી તેણે પોતાની હાક ચારે દિશામાં બેસાડી. ચંદ્રનગરની કેન્સિલના એક સભાસદ મી. વિન્સેન્ટનાં મરણ બાદ તેની વિધવા સાથે એણે સને ૧૭૪૧માં લગ્ન કર્યો. આ બાઈ હિંદુસ્તાનમાં જન્મેલી હોવાથી તેને વિદ્યાભ્યાસ અહીં જ થયે હતે. તે મહાન બુદ્ધિશાળી અને ધીટ સ્વભાવની હતી, અને તે દેશી ભાષામાં સંપૂર્ણ રીતે પ્રવીણ હતી. આથી તત્કાલીન રાજકીય બાબતમાં સલાહકાર તરીકે લેને તે ઘણી ઉપયોગી થઈ પડી. આ બેઉ જણુએ એક બીજાની સલાહથી આગળ જતાં કઈક ભારે રાજનીતિ ઉપાડી હતી. ફુલેએ પેન્ડીચેરીમાં વહિવટ શરૂ કર્યો ત્યારે મરાઠાઓની સ્વારીને લીધે કર્નાટકની ભારે દુર્દશા થઈ હતી. નવાબ સફદરઅલી ચંદા સાહેબની જાળમાંથી છુટયો હતો, પણ નિઝામ તેના ઉપર હકુમત ચલાવવા આતુર બન્યો હતે. એનું કહેવું એવું હતું કે આર્કટનો નવાબ તેને તાબેદાર હોવાથી તેણે હૈદરાબાદ દરબારને ખંડણી આપવી જોઇએ. નવાબ દિલ્હીના બાદશાહ સિવાય બીજા કેઈની સત્તા કબૂલ રાખવાને ના પાડતે, કેમકે બીજા સત્તાધીશેની માફક તે પણ અનુકૂળ આવે તેટલી સ્વતંત્ર સત્તા