________________ પ્રકરણ 15 મું] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. ૪ર૭ સ્થાપવામાં ગુંથાયેલો હતો. તેની પાસે સંપત્તિ પુષ્કળ હતી, પણ નિઝામને ખંડણી આપવાની તેને બીલકુલ મરજી ન હોવાથી ગમે તે કારણે તેને ઉડાવવા તે મહેનત કરતે. બીજી તરફથી એ ખંડણી ભરવાને નિમિત્તે નવાબે તાબાના જમીનદાર પાસે પૈસા કહેડાવવા સપાટો ચલાવ્યો એટલે તે લોકોમાં અપ્રિય થતાં તેની વિરૂદ્ધ ગુપ્ત કારસ્તાને ચાલવા લાગ્યાં. આ તોફાનમાં સ્તઅલ્લીને બીજે જમાઈ મુર્તઝાઅલ્લી સામેલ થયા હતા, કેમકે તેની અને સફદરઅલ્લી વચ્ચે અણબનાવ હતો. સફદરઅલ્લીના દુશ્મને વસુલાત ભરવામાં સામા થવાથી રાજ્યની ઉપજ વખતસર જમા થઈ નહીં, અને નિઝામને જોઈતી હતી તેવી અવ્યવસ્થા શરૂ થઈ. આ અંધાધુંધીના સમયમાં સને 1742 માં લેર આગળ મુર્તઝાઅલીએ સફદરઅલ્લીનું ખૂન કર્યું, અને તેમાંના એકે મુરારરાવ ઘેર પડે તથા અંગ્રેજોની મદદ વડે મુર્તઝાઅલ્લીને આર્કટમાંથી હાંકી કહાડયો, અને સફદરઅલીના અલ્પવયના પુત્ર સૈયદ મહમદખાનને નવાબની ગાદી ઉપર બેસાડ્યો (સને 1742 ). આ ઘેટાળો ચાલુ થતાં કર્ણાટકમાં પિતાને અમલ બેસાડવાની સારી તક આવેલી જોઈ વૃદ્ધ નિઝામે મોટી ફેજ સાથે સને 1743 માં દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. એ વેળા એની સાથે 80,000 સ્વાર તથા બે લાખ પાયદળ હતું એમ કહેવાય છે. આવડાં મોટાં લશ્કર વડે સપાટાબંધ સર્વને પરાભવ કરી તેણે બંડખોરને દાબી દીધા. મુરારરાવના નીકળી જવાથી ટીચીનાપેલી સહજમાં તેના હાથમાં આવ્યું. નિઝામની આ સ્વારીમાં બનેલે એકજ બનાવ જાણવાથી તે સમયની દેશસ્થિતિ કેવી હતી તે બરાબર સમજાશે. ઔરંગજેબનાં મરણ પછી ઠેકઠેકાણેના અધિકારીઓ સ્વતંત્ર થઈ પિતાને નવાબ કહેવાડતા હતા. એક દિવસ નિઝામે દરબાર ભર્યું તો તેમાં તેની મુલાકાતે એક પછી એક અરાડ નવાબો આવ્યાનું ચોપદારે જાહેર કર્યું ત્યારે નિઝામે ગુસ્સામાં જણાવ્યું કે “આજ પર્યત હું એમ સમજતું હતું કે દક્ષિણમાં છ સુબાગિરીના અધિકાર તથા નવાબની પદવીને માટે હું એકલેજ હતી, પણ હવે માલમ પડે છે કે જ્યાં ત્યાં નવાબ ઉભરાઈ જાય છે. હવે પછી કોઈ પણ નવાબ તરીકે