________________ પ્રકરણ 16 મું.]. કર્નાટકમાં પહેલું યુદ્ધ. * પ્રકરણ 16 મું. કર્નાટકમાં પહેલું યુદ્ધ - ઈ. સ. 1764-48. 1. અંગ્રેજ અને ફ્રેન્ચ લેકે વચ્ચે યુદ્ધ. 2. બુનમાં લાબુનેને કારભાર 3. મદ્રાસનું લાબુ’નેને શરણે થવું અને 4. સેન્ટ ટૉમેની લડાઈ. લાબુનેને અંત. 5. યુદ્ધનું છેવટ. 6. નિષ્કર્ષ. 1, અંગ્રેજ અને ફ્રેન્ચ લેકે વચ્ચે યુદ્ધ - અતિશય મહત્વાકાંક્ષી હોવાથી રાજ્ય મેળવવા માટે ચાલતી ખેચતાણમાં પિતાને લાગે સાધી લેવાની તેને અત્યંત ઉત્કંઠા થઈ. હિંદુસ્તાનમાં કેજો રાજ્ય સ્થાપવા માટે પિતે એગ્ય અને સમર્થ છે એમ તેને સ્વાભાવિક રીતે લાગ્યું. સને 1739 માં યુરોપમાં ઈગ્લેંડ અને સ્પેન વચ્ચે ચાલેલાં યુદ્ધનું મુખ્ય કારણ વેપાર અને વસાહત માટે તે બે દેશ વચ્ચેની સ્પર્ધા હતી. ધીમે ધીમે આ યુદ્ધમાં ફ્રાન્સ સામેલ થશે એવો રંગ દેખાતાં ડુપ્લેએ પિતાની સર્વ તૈયારી કરી રાખી, પણ ફેન્ચ સરકારે હિંદુસ્તાનના અંગ્રેજો સામે દુશ્મનાવટ જાહેર કરવાનો હુકમ ન મોકલાવતાં ખર્ચ કમી કરવા સખત તાકીદ કરવાથી ડુપ્લે ઘણી કઢંગી સ્થિતિમાં આવી પડ્યો. એમ છતાં અધિકારીઓના હુકમ બાજુએ રાખી તેણે પડીચેરી ઉપરનાં બચાવનાં કામે મજબૂત કર્યો. આ કામ માટે આગળ જતાં એને શાબાશી મળી. - ' સને 1744 માં કાસે ઈંગ્લેન્ડ સામે ખુલ્લી રીતે શસ્ત્ર ઉપાડ્યાં. આ યુદ્ધને " સ્ટ્રીઆના વારસા બાબતનું યુદ્ધ” (War of the Austrian succession) એમ કરી કહે છે. એકાદ ગાદીના વારસા માટે ટંટ ઉપસ્થિત થતાં કોઈ પણ દેશે ખાલી લાભ મેળવી લે નહીં એ યુરોપિયન રાષ્ટ્રમાં એક પ્રતિબંધ હતા. તદનુસાર આ યુદ્ધની શરૂઆત દેખાઈતી રીતે થઈ હતી, પણ તેનું ખરું કારણ વેપાર, દેલત અને વસાહતના સંબંધમાં પાશ્ચાત્ય પ્રજા વચ્ચે ચાલી ચડસાચડસી હતી. ઇંગ્લેંડ