________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લોભ. કાલા પત્ર લખી છેતરતે હતે. “જે સવાઈ' નામનું એક મોટું મેગલ જહાજ તેનાં માણસોએએ પકડયું ત્યારે ઔરંગજેબ તેમની સઘળી લુચ્ચાઈ સમજી ગયે. તેણે સુરતમાંના સઘળા અંગ્રેજોને પકડી કેદ કર્યા, અને બેડી પહેરાવી રસ્તે રસ્તે ફેરવ્યા. સુમારે ત્રણ વર્ષ સુધી આ લેકે સુરતમાં કેદ રહ્યા. તે વેળાના તેમની દુર્દશાના દયાજનક પત્ર વાંચવા લાયક છે. આ પ્રમાણે બાદશાહે સહેજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચાઈલ્ડ ગભરાઈ ગયો. જ્યાં ત્યાં અંગ્રેજોને પાછળ હઠવું પડવાથી સઘળા લકે એના ઉપર ગુસ્સે થયા; તેના હાથ હેઠળનાં માણસે તેનું સાંભળતાં નહીં; પોર્ટુગીઝે પણ તેની વિરૂધ થયા. મુંબઈનો બચાવ કેવી રીતે કરવો તેની તેને ધાસ્તી પડી એટલે બહારના યુદ્ધ બાબતનું તેનું સઘળું અભિમાન જતું રહ્યું તે કહેવાની જરૂર નથી, “બંગાળા તથા મદ્રાસના અંગ્રેજે મને મદદ કરતા નથી, મારે એકલાએ શું કરવું” એવી રીતે તે કંપનીનાં કાલાંવાલાં કરવા લાગ્યો. એટલામાં સને 1689 ના ફેબ્રુઆરી માસમાં મોગલ કાફલાને મુખી જંજીરાને સીધી યાકુબખાન 55,000 માણસે લઈ મુંબઈ ઉપર ઉતરી પડયો. મધ્યરાત્રે એકદમ ઘેરે આવવા સાથે કિલ્લામાંથી ત્રણ તે પુરી તે સાંભળી યુરોપિયન અને દેશી લોકે સ્ત્રી છોકરાંઓ સાથે લઈ ગભરાટમાં નાસવા લાગ્યા. સવારમાં સીધીએ મજગામનો કબજો લઈ ત્યાં તોપખાનું ઉભું કર્યું, અને માહીમને કિલ્લો હસ્તગત કર્યો. ત્રીજે દિવસે નાની લડાઈ થતાં કિલ્લા સિવાય બાકીને સઘળો બેટ સીધીએ પિતાના તાબામાં લીધે અને આખું મારું ત્યાં રહ્યો, એટલે ચાઈલ્ડને શરણે ગયા વિના છૂટકે થયો નહીં. અત્યંત માનભંગ સ્થિતિમાં તેણે ક્ષમા માગવા માટે પિતાના બે અંગ્રેજ વકીલોને બાદશાહ પાસે મોકલ્યા. “પીઠ ઉપર હાથ બાંધી માથું નીચું ઘાલી તેઓ બાદશાહ પાસે આવ્યા.” ઔરંગજેબના મનમાં અંગ્રેજ વેપારીઓને દેશમાંથી હાંકી કહાડવાનું બીલકુલ નહેતું. તેમના વેપારથી રાજ્યને મોટો ફાયદો થતે જાણી તથા તેમને થયેલું અપમાન પુરતું ગણી કેટલીક શરતે તેણે એ વકીલેનું કહેવું માન્ય કર્યું, અને તેમની પાસેથી કબૂલાત મેળવી કે મેગલ અધિકારીઓનું તેમજ હિંદુ