________________ પ્રકરણ 15 મું.] કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 421 તેમની દોલત સહિત આશ્રય આપે એ વાત સાધુજીને રૂચી નહીં. તેણે તરતજ એક પત્ર એ બાબત ફ્રેન્ચ ગવર્નરને મોકલ્યા; તેમાં મી. મેલીસને આપેલે કેટલેક ઉતારો આ પ્રમાણે છે અમારા મહારાજાએ તમને પિન્ડીચેરીમાં રહેવાની પરવાનગી આપ્યાને 40 વર્ષ થઈ ગયાં. હાલમાં અમારું લશ્કર આ બાજુએ આવેલું છે છતાં તમારી તરફથી કંઈ પણ ખબર આવી નહીં. તમે અમારી દસ્તીને પાત્ર છે; અમારા શબ્દો કદી ઉથાપશો નહીં અને આપના કરાર બરાબર પાળશો એવી અમારી ખાતરી હતી. તેથી જ તમને મહારાજાએ આ મુલકમાં રહેવા દીધા હતા. એ માટે દરસાલ ખંડણી આપવાનું તમે કબૂલ કરેલું છતાં અદ્યાપિ પર્યત કંઈ પણ ભરણું કર્યું નહીં, તેથી આખરે મહારાજાને પિતાનું લશ્કર આ તરફ મોકલવા ફરજ પડી. અહીંના મુસલમાન લે કે ગર્વથી અતિ ફુલાઈ ગયા હતા. તેમની ખબર આ લશ્કરે ઠીક લીધી છે એ વર્તમાન તમને મળ્યા હશે; અમારે એ વિષે વધુ જણાવવાની જરૂર નથી. હમણું છંછ તથા ટીચીનાપલીના કિલ્લા લઈ તેમને બંદોબસ્ત કરવાને તેમજ કિનારા ઉપર રહેતા યુરોપિયન લોકો પાસેથી ખંડણી વસુલ કરવાને અમને હુકમ થયો છે. એ હુકમ અમલમાં મુકવાનું અમને જરૂરનું છે. તમારી વર્તણુક તથા મહારાજાએ તમારા ઉપર કરેલી મહેરબાની ધ્યાનમાં લેતાં એ ખંડણી તમે નહીં ભરે એ યંગ્ય કહેવાય નહીં. અમે તમારા ઉપર મહેરબાની કરીએ તેના બ્લામાં તમે અમારી વિરૂદ્ધ વર્તન ચલાવો છે. તમે મુસલમાનોને તમારી જગ્યામાં આશ્રય આપે એ શું યોગ્ય છે? વળી ચિનાપલી અને તાંજોરમાંની લતની પેટીઓ, હાથી, ઘોડા, જવાહર વગેરે જે કંઈ હાથ લાગ્યું તે સઘળું, કુટુંબનાં માણસે તથા છેકરા હૈયાં સુદ્ધાં ચંદાસાહેબે પિન્ડીચેરીમાં લાવી તમારી પાસે રાખ્યાં એ શું બરાબર કહેવાય ? જે તમારે અમારી સાથે મિત્રાચારીને * abstract translation from the French original in the archives of the Company of the Indies as given by Malleson.