________________ પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. જરા અમારા દરવાજા બંધ કરી તેમને બહાર ભટકતાં રાખવાં એ અમને ઠીક લાગે કે? જેને પિતાને માટે કંઈ પણ અભિમાન હેય તે એવું કદી પણ કરશે નહીં. ચંદા સાહેબની સ્ત્રી, તેની મા તથા ભાઈ સાથે અહીં આવી છે, પણ બાકીનાં સઘળાં માણસે આર્કટમાં રહેલાં છે. આ બાઈને તેના છોકરા તથા તેની સંપત્તિ સાથે તમારા સ્વારના હવાલામાં સોંપવા તમે લખો છો. તમે બહાદુર તથા મોટા મનના સરદાર લેવાથી આવું નિંદ્ય કૃત્ય મારી પાસે કરાવી મારે માટે તમારા મનમાં કેવો અભિપ્રાય બંધાય તે તમે સહજ સમજી શકશે. ચંદા સાહેબની સ્ત્રી કેજો રાજાના રક્ષણ હેઠળ પિડીચેરીમાં છે અને હિંદુસ્તાનમાં એકેએક ફ્રેન્ચ ગૃહસ્થ ઠાર થયા સિવાય તે તમારા હાથમાં આવનાર નથી. તમારી માગણી ના કબૂલ થતાં તમે જાતે સઘળાં લશ્કર સહિત પન્ડીચેરી આવવા જણાવે છે, તે અહીં તમારે એગ્ય સત્કાર કરવા સારૂ સંપૂર્ણ તૈયારી અમે કરીએ છીએ. સર્વ જગતમાં શરીર તરીકે વખણાયેલા સિપાઈએ અમારી પાસે છે; તેઓ ઉપર અન્યાયથી હલ્લો કરનારની ખબર કેવી રીતે લેવી તે તેઓ સારી પેઠે સમજે છે, એ તમે સહજ જાણી શકશે. પરમેશ્વરની સત્તા આગળ મેટાં મોટાં લશ્કર સુદ્ધાં તૃણવત હેય છે. એ પરમેશ્વર ઉપર અમારે પૂર્ણ ભરોસો હોવાથી તે અમને સંપૂર્ણ યશ બક્ષસે એવી આશા છે. વસઈની હકીકત અમે જાણીએ છીએ, પણ તે વિષે કહેવાનું એટલું જ કે તેને બચાવ કેન્ય લકે કરતા રહેતા.' (સ. 1740). આ પત્રવ્યવહાર ચાલુ હતા તેવામાં સફદરઅલ્લીએ મરાઠાઓ સાથે કરેલા તહનામાંની ગુપ્ત કલમોની માહિતી કુમારને મળતાં તેણે ઝપાટાબંધ યુદ્ધની તૈયારી કરી. તેણે 1200 યુરોપિયન તથા 5000 મુસલમાન લશ્કરને કવાયત શીખવી તૈયાર કર્યું. હિંદુસ્તાનમાં કવાયતી કેજની આ શરૂઆત જ હતી. વળી તેણે સર્વ પ્રકારની સામગ્રી શહેરમાં ભરી, અને કાફલાનાં માણસને પણ જમીન ઉપરની યુદ્ધકળા શીખવી. એટલામાં નવાબ સદરઅલ્લી પિન્ડીચેરી આવ્યો, અને પિતાની માને મળી તુમાસને અત્યંત આભાર માન્ય. આ વેળા તેની સાથે ચંદા સાહેબ