________________ કરર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કબીલા સાથે તમે અમારે હવાલે કરવી. એ સઘળું તાબામાં લેવા માટે સ્વાર મોકલ્યા છે. આ કહેણ તમે નહીં સ્વીકારશે તે જબરદસ્તીથી એ સઘળું લેવાની અમને જરૂર પડશે, અને ચાલીસ વર્ષ લગી નહીં ભરેલી . ખંડણી પણ જોરજુલમથી લઈશું. વસઈની સ્થિતિ શી થઈ હતી તે તમે સાંભળી જ હશે. હમણા અમારી પાસે અહીં મોટી ફેજ હોવાથી તેને ખર્ચ ચાલો જોઈએ. સીધી રીતે તમે અમારી માગણી કબૂલ ન કરે તે તમારી પાસે કેવી રીતે અમારી માગણી વસુલ કરવી એ અમે જાણીએ છીએ. થોડાજ દિવસમાં અમારે કાફેલે પણ અહીં દાખલ થનાર છે, માટે આ પ્રકરણને નિકાલ સત્વર થાય તે સારું. આ પત્રમાં માંગ્યા પ્રમાણે ચંદાસાહેબનું કુટુંબ તથા હૈયાં છોકરાં તેમજ હાથી, ઘેડા, જવાહર વગેરે સઘળું તાબડતોબ અમારી તરફ મેકલી આપશો એવી આશા છે.” માસે મોકલેલા આ પત્રના જવાબમાંથી નીચે ઉતારો બસ થશે - મહારાજાને ખંડણી આપવાનું અમે કબુલ કરેલું હોવા છતાં ચાલીસ વર્ષ લગી કંઈભરણું કર્યું નહીં એમ તમે કહે છે, પણ કેન્ય પ્રજા ઉપર આજ લગી કદી પણ કેઈએ ખંડણી બેસાડી નથી. મેં ખંડણી આપવાનું કબૂલ કર્યું છે એવું જો કાન્સને રાજા જાણે છે તે તરત જ મારું ડોકું ઉડાવી દે. અહીંના રાજાએ અમને સમુદ્રકાંઠા ઉપર રેતીમાં કિલ્લા તથા શહેર બાંધવાની પરવાનગી આપી, ત્યારે દેશી લેકેના ધર્મ તથા દેવાલયોને કઈ પણ પ્રકારને ઉપદ્રવ કરે નહીં એટલીજ સરત અમે કબુલ કરી હતી; અને એ સરત અમે અંતઃકરણપૂર્વક પાળીએ છીએ. એટલાજ માટે તમારાં લશ્કરને આ તરફ આવવાની જરૂર નહોતી. છંછ અને ટીચીનાપલીના કિલ્લા હસ્તગત કરવાને તમને હુકમ મળેલ હેવાનું તમે જાણો છે, પણ જ્યાં સુધી આપણી વચ્ચે વેરભાવ ઉત્પન્ન થયે નથી ત્યાં સુધી એ બાબત અમને હરકત નથી. આ પ્રાંતમાં જેટલા મોગલ અધિકારીઓ આવી ગયા છે તેઓ સઘળાએ અમે કેજો સાથે સ્વમાનથી દસ્તી રાખી છે. તેઓએ અમારા ઉપર અનેક ઉપકાર કર્યા છે, અને આ સ્નેહને લીધે જ નવાબ સ્તઅલ્લીના કુટુંબને આશ્રય આપવાનું અમને અવશ્ય છે.