________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉપર આવ્યા વિના રહેશે નહીં. જો તેમને આશ્રય આપવામાં નહીં આવે તે આટલા દિવસના સ્નેહ ઉપર પાછું ફરે, અને ફ્રેન્ચ લેકેની તેમનાં કૃતાપણું માટે લોકોમાં ફજેતી ઉડે તે જુદી. આવી મુશ્કેલીમાં સપડાઈ જતાં ડમાસે તાબડતોબ કન્સિલની સલાહ લઈ નવાબનાં કુટુંબને પિન્ડીચેરીમાં દાખલ કરવાનો નિશ્ચય કર્યો; અને જાતે કિલ્લાના દરવાજા ઉઘાડી મોટા સન્માનથી તેમને અંદર લીધાં, અને તેપની સલામી આપી તેમને રહેવાની સેઈ કરી આપી. થોડા દિવસ બાદ ચંદાસાહેબનાં સ્ત્રી છોકરાંઓ આવ્યાં તેમને માટે પણ માસે કેન્ય સંરથાનમાં વ્યવસ્થા કરી. પિલી તરફ મરાઠાએએ આર્કટ લીધું, પણ નવાબની સઘળી સંપત્તિ પિન્ડીચેરીમાં મોકલાવી. દીધેલી હેવાથી તેમના હાથમાં કંઈ પણ આવ્યું નહીં એટલે તેઓ ઘણું ગુસ્સે થઈ ગયા, અને આગળ શું કરવું તેના વિચારમાં પડયા. નવાબ દસ્તઅલીને કારભારી મીર આસદ તેમના કબજામાં હતું. તે ચંદા સાહેબને કટ્ટો વેરી હોવાથી તેનું એકલપેટાપણું તે બરાબર સમજતું હતું, એટલે ચંદા સાહેબને છેડી દઈ મરાઠાઓ સાથે નવાબને સલાહ કરાવવાના હેતુથી રાઘુજી સાથે તેણે સંદેશા ચલાવ્યા. રાધુજીએ તેનું કહેવું માન્ય કરી તેને બંધનમાંથી મુક્ત કર્યો, અને તેને મધ્યસ્થ રાખી ઑગસ્ટ સને 1740 માં સફદરઅલી સાથે તહ કરી. એની રૂએ એવું કહ્યું હતું કે મરાઠાઓએ સફદરઅલ્લીને કર્નાટકના નવાબ તરીકે કબૂલ રાખવો, તેણે મરાઠાઓને એક કરોડ રૂપીઆ હફતે હફતે આપવા, અને પૂર્વ કિનારા ઉપરના હિંદુ રાજાને જે મુલક સને 1736 પછી બીજાઓએ જીતી લીધો હોય તે જેને તેને પાછો આપો. એ પછીની કલમ તાજેરના તાબામાંના કારિકલ માટે હતી, અને છેલ્લી બે કલમે ગુપ્ત રાખવામાં આવી હતી. આ તહનામાંની સરત ઉપરથી ફ્રેન્ચ લોકોની મતલબ શું હતી તે મરાઠાઓએ પૂર્ણપણે ઓળખી લીધી હતી, અને તે પાર પાડવા માટે તેઓ મથતા હતા એ ખુલ્યું હતું. - 5, રાધુજી અને ફ્રેન્ચ વચ્ચેને પત્રવ્યવહાર –કેન્ચ લેકેએ પૂર્વ કિનારા ઉપર રાજ્ય સ્થાપનાની શરૂઆત કરી અને નવાબના કુટુંબને