________________ પ્રકરણ 15 મું. 411 411 કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. પ્રકરણ 15 મું. માટેની તૈયારી કરો મિત્રાચારી & અને નીયમી ઈલાકમાંના કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. ઈ. સ. 1739-1744. 1. યુદ્ધ માટેની તૈયારી. 2. મોગલ બાદશાહીમાં કર્નાટકની વ્યવસ્થા. 3. ચંદા સાહેબ અને ફ્રેન્ચ વચ્ચે મિત્રાચારી. 4. મરાઠાઓની કર્નાટક ઉપર સ્વારી. 5. રાહુજી અને ફ્રેન્ચ વચ્ચે પત્રવ્યવહાર. 6. ડુપ્લે અને કર્નાટકમાં ગડબડાટ. 1. યુદ્ધ માટેની તૈયારી ગોડેફિને ભાંજગડ કરી ઈગ્લંડમાંના વિરૂદ્ધ પક્ષનું સમાધાન કરવાથી એશિયા ખંડમાં રાજ્ય મેળવવા માટે ઈસ્ટ ઈન્ડીઆ કંપની એક પ્રચંડ સંસ્થા નિર્માણ થઈ. આ વેળા લંડન શહેર સંપત્તિમાં ડોલી રહ્યું હતું, અને ત્યાંની અપાર દેલતને ટેકે અંગ્રેજ કંપનીને મળવા લાગ્યો હતો. આખા ઇંગ્લંડના વહાણવટીઓ તેને મદદ આપવા તત્પર હતા. બળવાન બ્રિટીશ સરકારની તેને સહાયતા હતી; સરકારના કારભારીઓ ઘણા ખરા ધનાઢય વેપારીઓના હાથમાં હતા. કંપનીનું મુખ્ય સ્થાન લંડનમાં હતું, અને કિલ્લેબંધી કરેલા વસાહતનાં અસંખ્ય થાણું દૂરના પ્રદેશમાં ઠામઠામ હતાં; વેપારના સંરક્ષણ માટે એક મહાન કાલે તૈયાર હતા, અને હિંદુસ્તાનમાં મરજી માફક વહિવટ કરવાને સનદની રૂએ તેને અધિકાર મળેલ હતું. આ પ્રમાણે અનેક રીતે પિતાની સ્થિતિ અનુકૂળ હોવાથી માંહોમાંહે લડતા મેગલ અધિકારીઓ વચ્ચે ઝપલાવવા કંપની શક્તિવાન થઈ તેમાં કંઈ નવાઈ નહોતી. લંડનથી હિંદુસ્તાન દૂર હોવાથી કંપનીને કેટલીક રીતે નુકસાન હતું તેમ બીજી રીતે તેને ફાયદો પણ હતા. પાંચ હજાર કેસના અંતરને લીધે જ યુરોપિયન રાજ્યોના વારંવારના પરસ્પર તેમજ સ્થાનિક વિરોધમાં આ દેશ અફળાતે નહીં, તેમજ તેને લગતે કોઈ પણ પ્રશ્ન યુરોપના રાજકીય ક્ષિતિજમાં દાખલ થવા પામતે નહીં. સતરમા સૈકામાં આખું યુરોપ અનેક પ્રકારના ઝગડામાં એટલું તે ગુંચવાઈ ગયું હતું કે હિંદુસ્તાન તેનાથી ઘણે અંતરે હેવાને