________________ ' પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 415 બાદશાહીના બીજા પ્રાંતની માફક દક્ષિણની સુબાગિરીની હદ નિશ્ચિય થઈ નહતી. વળી દક્ષિણ દેશ એટલે હિંદુસ્તાનના દ્વીપકલ્પના મધ્યભાગ કાયમને મેગલેએ કદી છો નહોતો. તે હસ્તગત કરવા માટે અકબરના વખતથી પ્રત્યેક બાદશાહે સ્વારી કરી હતી, અને છેવટે ઔરંગજેબે એ હેતુ બર લાવવામાંજ પિતાને પ્રાણ ને હ. વળકેન્ડા અને વિજાપુરનાં રાજ્ય તેણે જીત્યાં હતાં, અને તેમને મુલક દક્ષિણની છ સુબાગિરીમાં સામેલ કર્યો હતો, તે પણ મહારાષ્ટ્રની પેલી તરફને પ્રદેશ જેને કર્નાટક કહે છે તે તથા મરાઠાઓના કબજામાંને મહારાષ્ટ્ર પ્રાંત છતવાનું કામ ઔરંગજેબનાં મરણ સમયે શરૂ થયું હતું. ટ્રિચિનાપલી, તાજેર તથા મહૈસુરમાં જે સ્વતંત્ર રાજ્ય હતાં તેમની ઉત્તર તથા પૂર્વ તરફના મુલકને સામાન્ય રીતે કર્નાટક કહેવામાં આવે છે. આર્કટ આ પ્રદેશના મધ્યભાગમાં હોવાથી તેની રાજધાનીનું શહેર હતું. આ પ્રાંતની જાદી સુબાગિરી ઔરંગજેબે કદી સ્થાપી હતી નહીં, કેમકે એક સુબાગિરીમાં સમાવી શકાય એટલે દક્ષિણનો સંબંધ પ્રદેશ તે કદી જીતી શક્યો હતો નહીં. આ કારણથી દક્ષિણને જે કંઈ મુલક મેગલેને હસ્તક આવ્યો એટલે તે તરફના બીજા પ્રાંતમાં સમાવી દેવામાં આવ્યો હતો. આવાજ કઈ કારણોને લીધે હૈદરાબાદના નિઝામ આર્કટના નવાબ ઉપર પિતાની હકુમત ચલાવવાનો દાવો કરતે, અને આ માની લીધેલા હકને લીધે જ હવે પછીની અનેક ભાંજગડે ઉપસ્થિત થઈ હતી. આરંભમાં આ પ્રાંત જીતવામાં ઔરંગજેબને સેનાપતિ ઝુલફીકારખાન મુખ્ય હોવાથી તેને જ બાદશાહે કેટલોક વખત આર્કટના નવાબ પદ ઉપર આરૂઢ કર્યો. પાછળથી જ્યારે તે બાદશાહ સાથે મહારાષ્ટ્રમાં આવ્યો ત્યારે તેની કર્ણાટકની જગ્યા ઉપર દાઉદખાન પન્નીની નિમણુક કરવામાં આવી હતી. સને 1706 માં દાઉદખાન મહારાષ્ટ્ર ગયો ત્યારે તેણે પિતાને અધિકાર સાદત-ઉલ્લાખાનને સેં; પાછળથી બાદશાહે આ નિમણુક કાયમની કરી આપી હતી. આ પ્રાંતનો કારભાર સાદત-ઉલ્લાએ સને 1710 થી 1732 સુધી ભારે ડહાપણથી ચલાવ્યું. તેને કોઈ વારસ ન હોવાથી મરણ સમયે તેણે પિતાના