________________ 414 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. થશે કે હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપન કરવામાં અંગ્રેજો કરતાં કેન્ચ લેકેએ આગળ પડતે ભાગ લીધે હતા, અને તેમાં તેમની તિવ્ર બુદ્ધિને ઉપયોગ થયો હતે. ખરી પરિસ્થિતિ ફ્રેન્ચ લેકે એ ઓળખી લીધી હતી, અને તદનુસાર ઉદ્યોગ પણ તેમણેજ શરૂ કર્યો હતો. એ પછી અંગ્રેજોએ ફેન્ચ લેકેને પરાભવ કરી તેમણે ઉપાડેલું કામ પાર પાડયું. 2. મેગલ બાદશાહીમાં કર્નાટકની વ્યવસ્થા, મેગલ અમલમાં આખા રાજ્યના મોટા મેટા વિભાગો કરવામાં આવ્યા હતા, અને દરેકને સુબાગિરી એવી સંજ્ઞા આપવામાં આવી હતી; સુબાગિરીના મુખ્ય અમલદારને સુબેદાર કહેતા. સુબાગિરીના પેટા ભાગો ઉપરના અમલદારને નવાબ કહેવામાં આવતા. આ નવાબ સુબેદારના હાથ હેઠળ હોવાથી, હાલની રાજ્યપદ્ધતિના કલેકટરની બરાબર તેમને ઓબ્ધો ગણી શકાય. સુબેદાર તથા નવાબની નિમણુક ખુદ બાદશાહ તરફથી થતી; પરંતુ રાજધાનીનું શહેર દૂર હેવાથી, કોઈ મુશ્કેલ પ્રસંગે રાજ્યકારભાર અડી નહીં રહે તે માટે તાબડતોબ નવાબની નિમણુક કરવાનો અધિકાર સુબાને હતે. આવી રીતે થયેલી નિમણુક માટે પાછળથી બાદશાહની મંજુરી મેળવવાની જરૂર હતી. મોગલ અમલમાં આ વ્યવસ્થા યોગ્ય રીતે પ્રચલિત હોવાથી કોઈ પણ અમલદાર તેની વિરૂદ્ધ થતાં તે બાબતની વ્યવસ્થા બાદશાહ રૂબરૂ સત્વર થતી. પણ ઔરંગજેબના અમલની અંતમાં તથા તેના મરણ બાદ રાજ્યમાં અંધાધુંધી શરૂ થવાથી, સુબેદાર તેમજ નવાબ મરજી પ્રમાણે પિતાપિતાની નિમણુક કરવા લાગ્યા; અને નવાબે મરણ સમયે પિતાના પુત્ર અગર નજદીકના સગાને પિતાની જગ્યા ઉપર નીમ એ પ્રઘાત શરૂ થયો. કેટલીકવાર આવી નિમણુક મંજુરી માટે બાદશાહ પાસે સાદર થતી, પણ ખુદ બાદશાહ અમલદારોના હાથમાં પુતળાં સમાન હોવાથી દરેક ગોઠવણ મંજુર કર્યા વિના તેને છૂટકે નહે. આપણું તરફ મરાઠી અમલની પડતીન કાળમાં જેવી રીતે પેશ્વાઈને પોશાક સતારાના છત્રપતિ તરફથી જેને જોઈએ તેને મળવા લાગ્યું હતું, તેવી જ કઈક ગેરવ્યવસ્થા મેગલ બાદશાહીમાં શરૂ થઈ હતી.