________________ 412 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે લીધે જ તેમાં સપડાઈ જતાં બચી ગયું, અને કંપની પોતાની મરજી માફક વતી શકી. વળી અહીંનાં નિરનિરાળાં પક્ષોને પિતાના ટામાં અંગ્રેજ તથા ફ્રેન્ચ જેવા ત્રાહિત લેકે ઘણું ઉપયોગી લાગવાથી તેઓએ નિર્ભયપણે તેમને આશ્રય આપે. યુટ્રેકટના તહનામાં પછીનાં પચીસ ત્રીસ વર્ષમાં ફ્રેન્ચ અને અંગ્રેજ કંપનીને જે સ્વસ્થતા મળી તેમાં તેની સ્થિતિ અત્યંત આબાદ થઈ, અને પરિણામમાં ઉભય સંસ્થાને એક બીજા પ્રત્યે જબરદસ્ત ઈષ ઉત્પન્ન થઈ યુરોપમાં ઇંગ્લેંડ અને કાન્સ વચ્ચે વિગ્રહ ચાલતું હોવાથી તેની અસર હિંદુસ્તાનમાં જણાવવા લાગી. સને 1743 પછીનાં વીસ વર્ષમાં યુરોપમાં જે પ્રમાણે ઈંગ્લડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું તેજ માફક હિંદુસ્તાનમાં અંગ્રેજ અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે ભારે લડાઈ થઈ હતી, અને તેમાં અનેક દેશી સત્તાધીશો સામેલ થયા હતા. આ ઝગડાને અંતે ફ્રાન્સના હાથમાંથી પૂર્વ તરફના મુલક ઉપર સઘળે કાબુ જતો રહ્યો. અને અંગ્રેજોએ વિજયી થઈ પિતાની સત્તા દ્રઢ કરી. આગળ કહેલે અંગ્રેજ તથા કેન્ય લોકોની આબાદીને સમય તેજ મેગલ બાદશાહીની પડતીને કાળ હતા. ઔરંગજેબ બાદશાહ સને 1707 માં મરણ પામે ત્યારે તેનું રાજ્ય ભયંકર સ્થિતિમાં આવી પડ્યું હતું. રાજ્યમાં જ્યાં ત્યાં અવ્યવસ્થા અને ગેરબંદેબસ્ત હતાં; મરાઠા વગેરે અન્ય શત્રુઓ પ્રબળ થયા હતા. સર્વને ધાકમાં રાખી અનેક મહાન મેગલ બાદશાહે જે વિસ્તીર્ણ રાજ્ય સંપાદન કર્યું હતું તેને સંભાળી શકે એ કોઈપણ કર્તવ્યવાન પુરૂષ ઔરંગજેબની પાછળ થયા નહીં, એટલે મળેલી તકનો લાભ લઈ રાજધાનીથી દૂર પડેલા જુદા જુદા પ્રાંતના સુબેદાર તથા નવાબો રાજ્યને માટે લડી મરવા લાગ્યા. જે કાઈને લશ્કરની મદદ મળતી તે પિતાની હસ્તકના મુલક માટે બીજાઓ સામે લડતા. પ્રજામાં કંઈપણ દમ ન રહેલું હોવાથી તેને જે કોઈ ઝુકાવતું તેમ તે ઝુકાવવા તૈયાર થતી. આ સંજોગોમાં કેઈ યશસ્વી પુરૂષ આ અંધાધુંધીને અંત આણી દેશમાં શાંતિ ફેલાવે એવી સર્વ કેઈની ઈચ્છા થવા લાગી.