________________ 416 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ભાઈના છોકરા દોસ્તઅલ્લીને દત્તક લઈ તેને કરનાટકને કારભાર સોંપ્યો. સાદત-ઉલ્લા સને 1732 માં મરણ પામ્યો. - દસ્તઅલીની નિમણુક દક્ષિણના સુબા નિઝામ-ઉલ-મુલ્કને પસંદ પડી નહીં, કેમકે સઘળા દક્ષિણ પ્રાંતને પોતે સુબો હેવાથી કર્ણાટકના નવાબની નિમણુક તેની સંમતીથી થવી જોઈએ એમ તે માનતે હતો. આથી તેણે દસ્તઅલ્લી સામે વાંધો લીધો. દિલ્હીમાં નિઝામને લાગવગ ભારે હેવાથી સ્તઅલ્લીની નિમણુક એગ્ય રીતે દરબારમાંથી મંજુર થઈ નહીં. આ દસ્તઅલીને બે છોકરી અને એક છોકરો નામે સફદર અલી એમ ત્રણ છોકરાં હતાં. છોકરીઓનાં લગ્ન મુર્તઝાઅલ્લી અને ચંદા સાહેબ સાથે થયાં હતાં, અને ચંદા સાહેબ કર્ણાટકના નવાબના દિવાન તરીકે કામ કરતે હતે. આ પ્રકરણમાં વર્ણવેલી ભાંજગડ બરાબર સમજવા માટે કર્નાટકના નવાબની વંશાવળી ઉપયોગી થઈ પડશે - નવાબ સાદત–ઉલ્લા. (સને 1710-1732) દેતઅલ્લી (સને 1732-40). બાકરઅલી (વેલેરને કારભારી). સરૂદરઅલી. હસનઅલી. છોકરી છોકરી= મુર્તઝાએલી. =મુર્તઝા અલ્લી ચંદા સાહેબ. સૈયદ મહમદ. 3. ચંદા સાહેબ અને ફ્રેન્ચ વચ્ચે મિત્રાચારી –ચંદા સાહેબ એક ગરીબ કુટુંબને પણ શીઆર, સાહસિક અને અત્યંત મહત્વાકાંક્ષી પુરૂષ હતું, અને નવાબના જમાઈ થવા પછી તેની મહત્તા પુષ્કળ વધી હતી. તેના અનેક પ્રતિસ્પર્ધીઓ હવાથી પ્રથમથી જ કોઈની સહાય લેવાના