________________ પ્રકરણ 15 મું. કર્નાટકની રંગભૂમી ઉપર તૈયારી. 43 - મોગલ બાદશાહીની પડતીન કાળમાં નિઝામ-ઉલ-મુલ્ક, અસંખ્ય મરાઠા સરદાર, તેમજ અંગ્રેજ ફેન્ચ વગેરે અનેક લોકો આ દેશમાં પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા ઉત્સુક બન્યા હતા, અને પિતાને હેતુ બર લાવવા સઘળા એકસરખા મથન કરતા હતા. આવી રીતે ઉદ્યોગ કરનારા પૈકી કેટલાક તે ઉપાડેલાં કામ માટે દેખાઈતી રીતે અશક્ત હતા, કેટલાકએ પિતાની ધારણું પાર ઉતારવા અસાધારણ ઉતાવળ કરી હતી, તથા કેટલાકોની પિતાની જ અંતર્થ્યવસ્થા સંતોષકારક નહોતી. અંગ્રેજ સરખા તીવ બુદ્ધિવાળા લેકે દેશમાં થતા ફેરફારનું બારીકાઈથી નિરીક્ષણ કરી તટસ્થ વૃત્તિ બતાવતા હતા. જે કોઈ ઉતાવળ અથવા ભૂલ કરશે તેમને તેમના કામનું ફળ આપોઆપ મળશે, તથા લડાઈમાં નિસત્વ થશે એમ સમજી આવેલ પ્રસંગ ઉડાવી, તેઓ યોગ્ય તકની રાહ જોતા બેઠા. આવાં કામમાં એક પ્રકારને દ્રઢ નિશ્ચય તથા હિંમત જરૂરનાં હોવાથી મરાઠા જેવા બહાદર લડવૈયાઓનું તે તરફ પ્રથમ લક્ષ ગયું. પહેલા બાજીરાવ પેશ્વાએ દેશની ખરી પરિસ્થિતિ તરતજ જાણી લીધી, અને મોગલ બાદશાહીનાં સઘળાં અંગભૂતો ઉપર એકદમ હલ્લે કરવાની શરૂઆત કરી. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એમ ચારે દિશામાં ધસી જઈ મોગલ પ્રદેશ જીતી લેવાનું કામ તેણે આરંભ્ય એમની દક્ષિણ તરફની સ્વારીની સરદારી રાઘજી ભેંસલે ઉ રઘનાથરાવ પાસે હતી. તેને અને ફ્રેન્ચ લોકોને સંબંધ કેવા પ્રકારને થયે હતા તે હવે પછીની હકીકત ઉપરથી જણાઈ આવશે; તેમાં એમ સ્પષ્ટ માલમ પડશે કે યુરોપિયન લેકીને મુખ્ય આધાર કાફલા ઉપર હતા. શત્રુના આઘાતથી વિશેષ નુકસાન ન ખમતાં, બારીક પ્રસંગ આવતાં આરમારની મદદથી નાસી છૂટવાની તેમને અનુકુળતા હતી. પરદેશીપણું જેવી રીતે કેટલેક પ્રસંગે નુકસાનકારક નીવડે છે, તેમ તે કઈ કઈ વેળા ફાયદેશર પણ થાય છે. દેશી સત્તાધિકારીઓ પરસ્પર વૈમનસ્યમાં ગુંથાઈ જવાથી, યુરોપિયન લેકેનું પરદેશીપણું કંઈક અંશે તેમને નફાકારક થઈ પડયું. હવે પછીની હકીક્ત ઉપરથી બીજી એક વાત એવી પણ સિદ્ધ