________________ 384 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. માટે અમારા બાદશાહનું ફરમાન તમે મેળવો નહીં ત્યાં સુધી અમે માત્ર જુની કંપનીને જ માન્ય આપીશું, અને તેમાં તમારે દખલ કરી તેફાન કરવાનું કારણ નથી.” આવી રીતે મહામહે તકરાર કરી બને ઈલિશ કંપની વચ્ચેને વિરોધ હિંદુસ્તાનના લેકીને જાહેર કરવો એ ઠીક નહીં એ પ્રમાણે ગેયરે સર વેઈટને અનેક રીતે સમજાવ્યો, પણ તેણે કંઈ પણ વાત કાને ધરી નહીં. તેણે મોગલ બાદશાહને કંઈ પણ વિચાર કર્યા વિના જણાવ્યું કે, “ઈસ્ટ ઈન્ડીઆ કંપની ચાર અને લુટારૂ હેવાથી તેનાં કામને બાદશાહી મંજુરી મળવી જોઈએ નહીં. આથી ઔરંગજેબને પિત્તો એકદમ ઉછળે. મકકે જતાં વહાણને અદ્યાપિ પુષ્કળ ત્રાસ નડે હવાથી અંગ્રેજો ચાંચીને ધંધો કરતા હતા અને તેઓ જ લુટારા હતા એમ સમજી બાદશાહે ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને માલ પકડી નેકરેને કેદ કરવા પ્રાંતપ્રાંતના અધિકારીઓને લઈ તાકીદ કરીને સર જોન ગેયર પિતાની સ્ત્રી વેઈટ સાથે ભાંજગડ કરવા મુંબઈથી સુરત ગયો હતો તેવામાં ઉક્ત હુકમ અન્વયે ત્યાં પહોંચતાં જ મોગલેએ તેને કેદ કરી બંધીખાનામાં નાંખ્યો. આવી સ્થિતિમાં તેને ઘણું વર્ષ કહાડવાં પડ્યાં હતાં. બંગાળામાં પણ આજ સ્થિતિ હતી. ત્યાં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને અધિકારી જોન બીઅર્ડ (John Beard) હતા, અને ઇગ્લિશ કંપનીને વહિવટ સર એડવર્ડ લિટલટન (Sir Edward Littleton) પાસે હ. સને 1682 માં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીની નોકરીમાંથી બરતરફ થયેલે આ લિટલટન ઘણે ઉદ્ધત અને પિતાનું ખીસું તર કરી ગમે તેનું બગાડવામાં આનાકાની કરનાર નહોતો. તેના તાબામાં તેના જેવાજ સ્વભાવના અને બરતરફ થયેલાં માણસો કંપનીએ મોકલ્યાં હતાં. મહિના પંદર દિવસમાં જ કંપની લિટલટનનાં કૃત્યોથી કંટાળી ગઈ; પણ પાર્લામેન્ટમાં તેને માટે વસિલે હોવાથી તેને કંઈ પણ નુકસાન થયું નહીં. ઇસ્ટ ઇન્ડીઆ કંપનીને ફેર્ટ વિલિઅમને ગવર્નર જેન બીઅડ ઘણે હોંશીઆર અને નિયમિત રીતે કામ કરનાર હતા. બંગાળામાં પહોંચ્યા પૂર્વે લિટલટને બીઅને ગભરાવવા એક સંદેશે મેક હતો.