________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 389 માં અંગ્રેજી અમલ કાયમ રહ્યો. સને 1701 ને આરંભમાં પાર્લામેન્ટની નવી ચુંટણી થતી હતી તે પ્રસંગને લાભ લઈ બન્ને કંપનીએ લાંચ, વગવસિલો, મીજબાની અને સતત પ્રયત્ન ઈત્યાદી ઉપાયે કરી પિતાની તરફનાં માણસે પાર્લામેન્ટમાં મોકલવા એટલી તે જબરદસ્ત ખટપટ ઉપાડી કે ડાહ્યા અને ત્રાહિત લેકો કહેવા લાગ્યા કે જે બને કંપનીઓને અટકાવવામાં નહીં આવશે તે રાજ્યને માટે કંઈ પણ શુભ પરિણામ આવશે નહીં. એમ છતાં નવી પાર્લામેન્ટમાં આ વેપારના પ્રશ્ન ઉપર વિચાર કરવાને ગ્ય હોય એવા પુષ્કળ સભાસદ ચુંટાઈ આવ્યા, પણ ખુદ રાજાનું લક્ષ આ વેપાર તરફ નહોતું. ફ્રાન્સના રાજા ચૌદમા લુઈનું પ્રબળ ઘણું વધ્યું હતું, અને તેને દબાવવાના હેતુથી કાન્સ સાથે યુદ્ધ શરૂ કરવાને રંગ આવ્યો હતો. એથી કરીને બન્ને કંપનીઓને એકત્ર કરી વારંવાર થતી તકરારને અંત લાવવા રાજાએ એક જાલીમ હુકમ કહાડ્યો; અને પાલમેન્ટમાંની તેની ચર્ચા બંધ કરી. સને 1701 ના એપ્રિલ માસમાં દરેક કંપનીના સાત સાત પ્રતિનિધિઓ આ બાબત નિકાલ કરવા બેઠા. એક વર્ષ લગી નાના તરેહની તકરાર અને ચર્ચા ચાલી એટલામાં ઈગ્લેંડ અને કાન્સ વચ્ચે લડાઈ જાગવાને પ્રસંગ આવ્યું. સને 1702 ના એપ્રિલમાં કંપનીઓનું સંમેલન કરવાનો ઠરાવ રાજાને સાદર કરવામાં આવ્યો. એ દરમિયાન રાજા ત્રીજો વિલિઅમ મરણ પામ્યો, અને રાણી એન તખ્તનશીન થઈ. તેણે જુલાઈ 1702 માં આ ઠરાવ મંજુર કર્યો અને તેને બે વેપારી કંપનીઓ તથા ઈગ્લંડની રાણી વચ્ચે થયેલા કેલકરારનું રૂપ આપવામાં આવ્યું. તેમાં નીચે મુજબ ઠરાવવામાં આવ્યું હતું - 1. આ નવી કંપનીને “હિંદુસ્તાન સાથે વેપાર કરનારા અંગ્રેજોની સંયુક્ત મંડળી” (The United Company of Merchants of England Trading to the East Indies) એવું નામ આપવામાં આવ્યું. 2. પ્રત્યેક કંપનીએ બાર ડાયરેકટરો નીમવા, અને એ ચોવીસ ગ્રહસ્થાએ ઇંગ્લંડમાં રહી કંપનીના સઘળા કાચા કારભાર ઉપર દેખરેખ