________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટે. 193 નહોતી. આ શાંતિના કાળમાં તેને વેપારમાં અઢળક ફાયદો થયો હશે. સને 1600 થી સને 1708 પતના કાળને કંપનીના સંબંધમાં “વખારને કાળ” કહી શકાય, કારણ કે એ 100 વર્ષમાં કંપનીનું ઘણુંખરું લક્ષ વખારે સ્થાપી વેપાર ચલાવવામાં પરોવાયું હતું. પણ તે સાથે કિલ્લા બાંધવા, લશ્કર રાખવાં, જરૂર પ્રમાણે સંગ્રામ કરો અને હિંદુસ્તાનમાં બને તેટલે પ્રદેશ કબજે કરી તે ઉપર પિતાને અમલ બેસાડવો એ અનિવાર્ય છે એવી અંગ્રેજ પ્રજાની ખાતરી થતાં તે કામમાં કંપનીને મદદ કરવા આખો દેશ તૈયાર થયો. આ કારણે કંપનીના વહિવટનાં શરૂઆતનાં 108 વર્ષને માટે વિભાગ ધ્યાનમાં રાખવા જોગ છે. 7, ભાવી રાજ્ય સ્થાપનાની સિદ્ધતા,સને 1690 માં ઔરંગજેમાં અને કંપની વચ્ચે સજુમતી થયા પછી પણ કંપનીના વેપારમાં વધારેને વિધારે અડચણો આવવા લાગી. તેની વખારોની આસપાસ જાશુકની લડાઈઓ થવા લાગી, યુરોપિયન ચાંચીઆઓનો ઉપદ્રવ વધે, અને કેન્ચ તથા વલંદા લેકેએ તેને વધારે નુકસાન કરવા માંડયું. આવી મુશ્કેલીઓને લીધે દેશી અધિકારીઓ ઉપર અવલંબી ન રહેતાં પિતાને બચાવ કરવાને ઉ૫. ક્રમ કંપનીએ ઉપાડો. હિંદુસ્તાનની રાજ્યવ્યવસ્થા નિયમિત ચાલી હેત તે આ નવી તૈયારીઓ કરવા તેને જરૂર પડત નહીં, અને એજ મુદે તેની તે સમયની લખાપડીમાં મુખ્યત્વે કરીને જણાઈ આવે છે. સને 1690 પછી ઔરંગજેબ બાદશાહની મુશ્કેલીઓ પણ વધવા લાગી. મુસલ"માન તથા મરાઠાઓનાં લશ્કરથી તથા તેમની વચ્ચે ચાલતાં યુદ્ધને લીધે હિંદુસ્તાનના દ્વિપકલ્પને સમગ્ર ભાગ ઘેરાઈ ગયો. વળી બાદશાહ વાવૃદ્ધ થયો હોવાથી આ સર્વ ગડબડાટનું શું પરિણામ આવે છે તે જોવા સઘળા આતુર બની રહ્યા. આવી પરિસ્થિતિને લીધે સ્વભાવિક રીતે હિંદુસ્તાનમાં પિતાનું રાજ્ય સ્થાપી શકવાની કંપનીને બ્રમણું આવવા લાગી. આ પ્રયોગ કંઈ નવો નહોતે. વલંદા લોકોએ પૂર્વદ્વિપ સમૂહમાં પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું, તેમ પોર્ટુગીઝોનું રાજ્ય પણ આ દેશમાં થયું હતું. આ સમયના વેપાર તથા * મુસલમાની અને મરાઠી રિયાસતમાંના ઔરંગજેબ વિશેનું પ્રકરણ જુઓ