________________ 394 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. રાજ્ય સ્થાપના વિષે સર ચાર્લ્સ ડેવનાન્ટ (Sir Charles Dowenant) અને લીબેન્ટીસ (Leibnitz) કરેલાં ઉત્તમ વિવેચન વાંચવાથી હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થપાયા બાબત કંઈ આશ્ચર્ય લાગશે નહીં. ડેવનાન્ટ કહે છે કે, જેના હાથમાં અહીંને વેપાર તેજ આ ભૂપ્રદેશને માલિક; હિંદુસ્તાન ઉપરને આપણે કાબુ હેજ ઓછો છતાં આપણે વેપાર બેસી જશે, અને તેમ થતાં કાફેલે નાશ પામશે. કાફલે જતાં રાજ્યને પણ અંત આવેલ લેખી શકાશે. હિંદુસ્તાનના વેપારને લીધે જોઈએ તે પ્રજા સાથે આપણે લડી શકીશું.” અદ્યાપિ અંગ્રેજોનું રાજ્ય આજ તત્વ ઉપર ચાલ્યું છે. લીબેન્ટીસ ફ્રેન્ચ ગૃહસ્થ હતો; તેણે કાન્સના રાજા ચૌદમા લઈને જણાવ્યું હતું કે, યુરોપમાં વલંદા લોકો સાથે યુદ્ધ કરવાથી તેઓ દબાવવાના નથી. તેમની સઘળી શક્તિ પૂર્વના વેપાર ઉપર અવલંબી રહી છે. માટે પ્રથમ ઈજીપ્ત દેશ છતી વલંદા કિના વેપાર અને કાફલાના મૂળનો નાશ કરો ત્યારે જ તેઓ યુરોપમાં નરમ પડશે એટલું જ નહીં, પણ આપણાથી એશિયા ખંડમાં મેટું રાજ્ય મેળવી શકાશે.” કેટલાક ગ્રંથકારોએ હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્ય સ્થાપન થયાને એક અદ્ભત બનાવ ગણે છે તે ઉપરની હકીકતથી મિથ્યા માલમ પડ્યા વિના રહેશે નહીં. એમાં કંઈ પણ વિલક્ષણ થયું નહોતું. બેચાર નાની વેપારી કાઠીઓ ઉપરથી એક કલ્પના બહારનું રાજ્ય નિર્માણ થયું નહોતું. એક રાષ્ટને બીજું રાષ્ટ્ર જીતવા માટે પૂર્વનાં સાધનો હતાં, એટલે સીકંદર અથવા સીઝરની માફક મેટાં લશ્કર લઈ તેમણે વિજય મેળવવાને હતો. પણ એના કરતાં વધારે સગવડ ભર્યું, વધારે પ્રચંડ, પણ પ્રત્યક્ષ જણાઈ ન આવતું સાધન વેપારનું હતું. વેપારમાંજ રાજ્યપ્રાપ્તિનાં મૂળ હોય છે એ ઘણએને માલમ ન હોવાથી તેમને અંગ્રેજી રાજ્ય વિસ્તારને બનાવ અજાયબી ભરેલું લાગે છે. અંગ્રેજોની વખારે થોડી હતી પણ તે દેશનાં અગ્રસ્થાને ઉપર હતી. ત્યાં વેપાર ધમધોકાર ચાલતે, અને ત્યાં કાફલાના જોરે પૂર્વ તરફના એકંદર વેપારનું સંરક્ષણ કરવાનું અંગ્રેજોને અનુકૂળ હતું. વેપાર ઉપર ધનપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ ઉપર આરમાર અને આરમાર ઉપર વેપાર એવાં પરસ્પર અવલંબી રહેલાં કારણો હતાં, પણ તેમાં નેપોલિયન અથવા