________________ પ્રકરણ 14 મું.] ફ્રેન્ચ લકેની હકીક્ત. 401 તે ઉપયોગી નીવડયું નહીં. સને 1578 માં ત્રીજા હેનરીએ એવું જ એક જાહેરનામું કહાડયું તે પણ નિરર્થક ગયું. પણ ચેથા હેનરીની કારકિર્દીમાં રાજ્યમાં શાંતિ હોવાથી તેને આ વિષય તરફ વધારે લક્ષ આપવા બની. આવ્યું. તા. 1 લી જુન સને 1604 માં એક ફ્રેન્ચ કંપની સ્થાપન થઈ અને તેને રાજા તરફથી પંદર વર્ષ લગી વેપાર કરવાની પરવાનગી મળી. આખરે આ કામમાં તકરાર ઉત્પન્ન થતાં કાંઈ પણ નિષ્પન્ન થયું નહીં. સને 1615 માં તેરમા લુઈએ પહેલી કંપનીના કેટલાક વેપારીઓને એકઠા કરી નવી સનદ આપી. આ નવી સંસ્થાએ પિતાનું કામ તરતજ ઉપાડી લઈ, બે વહાણ તૈયાર કરી તેને ચાલાક કપ્તાનોને સોંપી પૂર્વ તરફ રવાના કર્યા. એમાંનું એક વહાણ નાશ પામ્યું છતાં એકંદર આ સફરને ઘણો ફાયદો થયો. સને 1619 માં ફરીથી ત્રણ જહાજે પૂર્વ તરફ મસાલાના બેટમાં જઈ પુષ્કળ કિફાયત કરી પાછા ફર્યા. આ બેઉ સફરના મુખી કેપ્ટન બેલિએને વલંદા તરફથી પુષ્કળ ત્રાસ ખમવો પડે હતો. સને 1642 માં પ્રસિદ્ધ ફ્રેન્ચ મુસદ્ધી રિશેલ્યુએ આ કામ મન ઉપર લઈ “હિંદુસ્તાનની કંપની” એ નામે એક નવી સંસ્થા સ્થાપી. એની મુદત વીસ વર્ષની ઠરાવવામાં આવી હતી. આ કંપનીએ પ્રથમ માડાગાસ્કર બેટમાં પિતાનું થાણું ઉભું કર્યું. યુરોપ અને હિંદુસ્તાન વચ્ચે અર્ધ માગે પિતાની સત્તાની જગ્યા રાખવા સઘળી યુરોપિયન પ્રજા વિચાર કરતી હતી, અને તેજ વિચાર કેન્ચ લેકેને પણ યોગ્ય લાગવાથી માડાગાસ્કરને કબજે લેવા તેમણે ત્રીસ વર્ષ સુધી પુષ્કળ પ્રયત્ન કર્યા. પણ ત્યાંના લોકોને આ પરદેશી લેકે સમાગમ પસંદ ન પડવાથી તેઓએ હર પ્રયત્ન તે જગ્યા છોડવાની તેમને ફરજ પાડી. એ પછી સને 1643 માં ચૌદમે લુઈ ફ્રાન્સની ગાદીએ આવ્યા. તેને મુખ્ય પ્રધાન પ્રસિદ્ધ કેલિબર્ટ હતો. એણે દેશને કારભાર ઉત્તમ રીતે ચલાવ્યાથી કેન્ચ ઈતિહાસમાં તેની કીર્તિ ઘણી ભારે છે. રાજ્યની વસુલ, ઉદ્યોગ ધંધે, વેપાર અને આરમાર એ સઘળી બાબતમાં નવીન યોજના કરી તેણે કાન્સને આબાદ કર્યું. આરમારની સગવડ માટે