________________ 408 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. ભિાગ 3 જે. બંદર મલબાર કિનારા ઉપર તલેચરીની દક્ષિણે એક દેશી રાજાના તાબામાં હતું. સુરત છોડયા પછી પશ્ચિમ કિનારાના દક્ષિણ છેડા સુધી પોતાની સત્તાનું કોઈપણું બંદર ન હોવાથી ફ્રેન્ચ લેકેને ઘણી અગવડ પડતી; અને તેથી દરેક પ્રયત્ન કરી એવું એકાદ ઠેકાણું મેળવવા પ્રેન્ટ કંપની તરફથી પિન્ડીચેરીના ગવર્નરને એક સરખો આગ્રહ થતો હતો. તદનુસાર માહી કબજે કરવા આવેલાં વહાણે ઉપર બર્ડ ફ્રાન્સિસ ડ લાબુરડને (Bertrand Francis La Bardormans) નામને એક ગૃહસ્થ હતું. એને જન્મ સેન્ટ મેલે ( St. Malo)માં સને 1699 માં થયો હતો. દસ વર્ષની ઉમરે તે વહાણમાં દૂર પ્રદેશો લગી સફરે નીકળ્યો હતો, અને દક્ષિણ મહા સાગરમાં તેમજ પૂર્વ તરફ ફિલિપાઇન બેટ સુધી તેણે પ્રવાસ કર્યો હતો. તેણે અભ્યાસ કરી કંઈક જ્ઞાન પણ સંપાદન કર્યું હતું. સને 1716-17 માં ઉત્તર સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર લગી ગયો હતો. એ પછી બે વર્ષ રહી ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની નોકરી સ્વીકારી તે સુરત આવ્યો. અહીં પિતાની હોંશીઆરીને જેરે તે તરતજ અગત્યના ઓઠા ઉપર ગયો, પણ કેટલેક વખત હિંદુસ્તાનમાં રહી તે કાન્સ પાછો ફર્યો, ત્યાં નેવલ એન્જનિઅરીંગને અભ્યાસ કરી તે પિન્ડીચેરી આવ્યો ત્યારે ઉપર કહ્યા પ્રમાણે માહી હસ્તગત કરવા ઉપડેલી સ્વારીમાં તેની નિમણુક થઈ, અને તેની જ હોંશીઆરીથી તે શહેર કેન્ચ લેકેના કબજામાં આવ્યું. (3) જોસેફ ક્રાન્સિસ લે (Joseph Francis Dupleix)લાખુરડની માફક કન્ય કંપનીની નોકરીમાં એ પુરૂષ એટલે તે પ્રસિદ્ધિમાં આવ્યો કે કન્ય ઈતિહાસમાં તેનું નામ અમર થઈ ગયું છે. એ કાન્સ દેશમાં સને 1997 માં જન્મ્યો હતો. તેનો બાપ તાલેવંત હોવાથી કેન્ય ઈસ્ટ ઇન્ડીઆ કંપનીમાં એક ડાયરેકટર હતે. જોસેફને નાનપણથી ગણિતન ઘણો શોખ હોવાથી તેના પિતાએ તેને સને 1714 માં સમુદ્રના પ્રવાસે મેકલ્યો, અને પરિણામે આટલાંટિક અને હિંદી મહાસાગરમાં મુસાફરી કરી તે ઘણો હોંશીઆર થયો. દરીઓ ઉપર સાહસ કરવાની તેને ઘણી હોંસ થઈ અને અસીમ મહત્વાકાંક્ષાનાં ચિન્હ તેનામાં દેખાવા લાગ્યાં. તેના પિતાના