________________ 44. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ઉત્તમ પ્રકારની કરી. એ જાતે અત્યંત મિલનસાર હવાથી દેશીઓ તરફ ઘણી સભ્યતાથી વર્તતે. આથી પિડીચેરીમાં ધમધોકાર વેપાર શરૂ થયે, અને કેન્ય કંપનીને પુષ્કળ નફો થવા લાગ્યો. સને 1677 માં શિવાજીએ કર્નાટક ઉપર સ્વારી કરી ત્યારે માર્ટિને તેને નજરાણું આપી સંતુષ્ટ કર્યો, અને તેની પાસેથી પિન્ડીચેરીમાં વેપાર કરવાને પરવાને મેળવ્યો (સને 1677). એ પછીનાં સુમારે પંદર વર્ષ લગી તે ઠેકાણે ફ્રેન્ચ લેકેએ શાંત રીતે પોતાને વેપાર ચલાવી શહેરને તથા કંપનીને અત્યંત આબાદ કર્યા. પણ સને 1692 માં તેમની અને વલંદા વચ્ચે યુરોપમાં યુદ્ધ શરૂ થતાં હિંદી મહાસાગરમાંના વલંદા આરમારે સને 1703 માં પેન્ડીચેરી હસ્તગત કર્યું. એ શહેર ચાર વર્ષ વલંદાઓના કબજામાં રહેવા પછી રીઝવીકના કેલકરારની રૂએ પાછું ફ્રેન્ચ લેકેને કબજે ગયું. આટલા વખતની મહેનતથી ટકાવી રાખેલું શહેર અન્ય પ્રજાના હાથમાં જતાં માર્ટિન તદન નિરાશ થઈ ગયું હતું. પણ કેન્ચ લેકે સઘળી તરફથી સંકટમાં ઘેરાઈ ગયા હતા તે વખતે આટલું શહેર પણ તેમને આખરે પાછું મળ્યું એનું માન માર્ટિનને જ ઘટે છે. તે અત્યંત નિસ્પૃહી અને એકનિક દેશભક્ત હતે. દેશ કલ્યાણના આવેશમાં તે પિતાની જાતને પણ તુચ્છકારી કહાડતા હતા, અને તેથીજ વલંદા પાસેથી પિન્ડીચેરી પાછું મળતાં તેણે તેને નવું સ્વરૂપ આપવા ભારે મહેનત ઉઠાવી હતી. છે. સુરતની વખારમાં વિશેષ ફાયદે નહીં મળવાથી સને 1700 ના સુમારમાં તે જગ્યા ફ્રેન્ચ લેકએ છેડી દીધી. તેમને ત્યાંના દેશી વેપારીરીઓનું પુષ્કળ કરજ થયું હતું, તે તેમણે અદા નહીં કરવાથી તેમની આટને ભારે ધકે લાગ્યો, તેમના ઉપર વિશ્વાસ ઉઠી ગયો, અને તેમના વેપારને પણ નુકસાન પહોંચ્યું. આ હકીકત જોઈ માર્ટિને ફરીથી પિન્ડીચેરીને કારભાર પિતાના હાથમાં લીધો, ત્યારે સુરતમાંનું સઘળું દેવું પતાવી દીધું કે જેથી ફ્રેન્ચ ઉપર લેકેને વિશ્વાસ બેસે. મચ્છલિપટ્ટણની વખાર પુષ્કળ આબાદ સ્થિતિમાં હતી. સને 1688 માં ફ્રેન્ચ લેકેએ બંગાળામાં હુગલી નદીના કિનારા ઉપરનું ચંદ્રનગર શહેર ઔરંગજેબ પાસેથી ખરીદી