________________ 402 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. કિલ્લા તથા બંદરે બાંધી તેણે સે નવાં લડાયક વહાણે તૈયાર કર્યા. પૂર્વ તરફના વેપારને નફે કેલિબર્ટ સમજતો હતો, એટલે અંગ્રેજોની પદ્ધતિનું અનુકરણ કરી તેણે ફ્રેન્ચ કંપનીને હિંદુસ્તાનના વેપાર માટે પચાસ વર્ષને મક કરી આપે. કંપની પાસે કર ન લેતાં પહેલાં દસ વર્ષમાં જે નુકસાન થાય તે ભરી આપવાની તથા સરકારમાંથી તેને હરેક પ્રકારની સહાયતા મેળવવાની કેલિબર્ટી ગોઠવણ કરી આપી. તેણે કંપનીને ભંડળ 60 લાખ રૂપીઆને ઠરાવી તેના પાંચમા હિસ્સાની રકમ સરકારમાંથી આપી. આ પ્રમાણે સરકારે અગ્ર ભાગ લેવાથી તાલેવંત લેકેએ પણ વેપારના કામમાં લક્ષ આપી મહેનત કરવા માંડી. નવી કંપનીએ પિતાને ઉદ્યોગ શરૂ કર્યો, તેપણ લેકએ માડાગાસ્કર છોડી દેવાની હિંમત કરી નહીં. અર્થાત, પહેલેથી જ ભૂલ થતાં અગાઉની માફક નુકસાન થયું. ત્યાંની નુકસાનકારક હવા, ખરાબ જમીન તથા મૂળ વતનીઓને વેરભાવ એ ત્રણ કારણોને લીધે તેમને ઘણું જોખમ તથા દુઃખ વેઠવાં પડ્યાં. સને 162 માં માડાગાસ્કરના વતનીઓએ કંપનીનાં પુષ્કળ માણસેની કતલ કરી ત્યારે તે બેટ છોડી ફ્રેન્ચ લેકે હિંદુસ્તાન તરફ વળ્યા, અને કેટલાક લેકે પાસે આવેલા બુબેંન નામના ટાપુમાં જઈ રહ્યા. તે બે અદ્યાપિ ફ્રાન્સના તાબામાં છે. સને 16 માં ફ્રાન્સિસ કેરૉન (Francois Caron) નામના એક ચંચળ ગ્રહસ્થનાં ઉપરીપણું હેઠળ કેન્ય કંપનીએ કેટલાંક વહાણ હિંદુસ્તાન મેકલ્યાં. આ કેન જાતે ડચ હતું, અને વલંદા કંપનીમાં પ્રથમ હલકી કરી સ્વીકારી મટી ગ્યતાએ ચડે હતે. જાપાન જઈ ત્યાંની ભાષા શીખી તેણે ડચ કંપનીને ઘણો ફાયદો કરી આપે હતે. પણ પાછળથી અણબનાવ થવાથી નોકરી છોડી તે કેન્ય પ્રધાન કેલિબર્ટ પાસે આવ્યા. કેલિબર્ટે તેને હાથ પકડે, અને કેન્ચ વેપારનો મુખ્ય અધિકાર તેને આપી હિંદુસ્તાન મોકલ્યો. તે સને 1967 માં કાન્સથી નીકળી રસ્તામાં માડાગાસ્કરની દુઃખદ સ્થિતિ જોઈ કે ચીન થઈ સુરત આવ્યો. ત્યાં સને 1668 માં એણે ફ્રેન્ચની પહેલી કાઠી ઘાલી, અને મિલનસાર વર્તણુંક