________________ પ્રકરણ 14 મું.] ફ્રેન્ચ લોકોની હકીકત. લઈ ત્યાં પિતાને વેપાર શરૂ કર્યો હતો. ધીમે ધીમે તે શહેર આબાદ થતું ગયું. જેમ ત્યાંની વસ્તી અને અગત્યતા વધતાં ગયાં તેમ રેન્ચ લેકને ત્યાં બચાવનાં સાધનો રાખવા જરૂર જણુતાં તેમણે એક કિલ્લો બાંધે, એ શહેર પિન્ડીચેરીને તાબે હતું. સને 1693 માં વલંદા લોકોએ પિન્ડીચેરી લીધું ત્યારે માર્ટિન ફ્રાન્સ ચાલ્યો ગયો. ત્યાં ફ્રેન્ચ સરકારે તેને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો. પિતાની હાજરીને લાભ લઈ તેણે પિન્ડીચેરીના તેમજ આખા હિંદુસ્તાનના વેપાર નું મહત્વ સરકારને સમજાવ્યું. એ ઉપરથી વિગ્રહને અંતે તહ થતાં ન્ય લકે એ પિન્ડીચેરી વલંદા પાસેથી પાછું મેળવ્યું. એ પછી, એ શહેરની સુધારણું સપાટાબંધ થઈ. સાર્વજનિક રસ્તા, મોટી મોટી ઈમારતે, બંદરમાં વેપારની આવજા માટેની પૂરતી સગવડ વગેરેની તજવીજ પ્રથમ માર્ટિને શરૂ કરી. ત્યાંના કાયદા તથા વ્યવસ્થા ઉત્તમ હોવાથી ઘણું દેશીઓ ત્યાં જઈ રહેવાને લલચાયા. સને 1706 માં ત્યાંની વસ્તી 40,000 ની હતી. સને 1697 માં એ શહેર હિંદુસ્તાનમાંનાં સઘળાં કેન્ય સંસ્થાનની રાજધાની થઈ, અને માર્ટિનને ડાયરેકટર જનરલ ઑફ કન્ય એફેર્સ ઈન ઈન્ડીઆને માનવંત ઓદ્ધો મળે. આ જગ્યા ઉપર તે તા. 30 મી. ડિસેમ્બર 1706 ને રોજે મરણ પામે ત્યાં સુધી રહ્યો. તેની પાસે કામ કરનારા અનેક લોકોએ પોતાનાં ખીસાં ભર્યા હતાં, પણ તે જાતે પ્રમાણિકપણે વર્તી પૈસાની બાબતમાં બેફિકર રહેવાથી તે કંઈપણ એકઠું કરી શક્યો નહીં. એના પરિશ્રમથી એના મરણ સમયે હિંદુસ્તાનનાં સઘળાં દરબારમાં, તેમજ દેશીઓમાં ફ્રેન્ચ લોકેની કીર્તિની સારી છાપ બેઠી હતી. જાતે બડે જાવ ન રહેતાં માર્ટિન અને તેનાં માણસે હિંદુસ્તાનના રાજા રજવાડાઓને સારી રીતે માન આપતા; અને તેમની રીતભાત તુચ્છકારી નહીં કહાડતાંબને ત્યાં સુધી પોતે પણ હિંદી રીવાજો પાળતા. એની એગ્ય વ્યવસ્થાને કારણે જ આગળ ઉપર ડુપ્લે હિંદુસ્તાનમાં ફ્રેન્ચ સત્તા પ્રબળ કરી. શકે, અને બીજી યુરોપિયન પ્રજા કરતાં તેમને મોભો અને હાક. જ્યાં ત્યાં બેઠાં. આસપાસના મુલકના રાજાઓ ખુશીથી પિડીચેરીમાં