________________ પ્રકરણ 14 મું] દૈન્ય લોકોની હકીક્ત, 403. ચલાવી શરૂઆતમાં જ કંપનીને સારે નફે કરી આપો. કેરૉનના હાથ હેઠળ મકરા નામને ઇસ્પાનને એક ગ્રહસ્થ હતા, તે ગવળકન્યા જઈ સુલતાનને મળ્યો, અને વલંદા તથા અંગ્રેજોએ તેના માર્ગમાં પુષ્કળ અડચણે નાંખી છતાં પણ તેની પાસેથી જકાતની માફી તથા પૂર્વ કિનારા ઉપર વેપાર કરવાની પરવાનગી મેળવી. બીજે વર્ષે એટલે સને 1668 માં તેણે મચ્છલિપટ્ટણમાં વખાર ઉભી કરી. ફ્રેન્ચ લેકોના સ્વભાવમાં મુખ્ય દોષ એ હતો કે તેઓ માંહોમાંહે એક બીજાની અદેખાઈ તથા દ્વેષ કરતા, અને એથી જ હરેક બાબતમાં કાન્સને ભારે ખમવું પડયું હતું. ઉપર વર્ણવેલા કામમાં પણ એ દોષ બહાર પડયા વિના રહ્યો નહીં. કેરોન અને મકરા વચ્ચે તકરાર થતાં તેમણે એક બીજા સામે કેન્ય સરકાર આગળ ફરીઆદ કરી. આવા વિરોધ છતાં કેરૉન પિતાનું કામ કર્યો જતો હતો. હિંદુસ્તાનમાં પિતાની સત્તાની એકાદ જગ્યા હોવી જોઈએ એવા ઉદ્દેશથી એણે મદ્રાસની દક્ષિણે વલંદા કેના તાબામાંનું સેન્ટ ટૉમે કબજે લીધું. એમ છતાં બીજે ઠેકાણે ફ્રેન્ચ લેકને થયેલાં સઘળાં નુકસાનને દોષ કેરૉન ઉપર આવ્યો, અને તેને ફ્રેન્ચ સરકારે પાછો બોલાવી લીધો. સ્વદેશ પાછા ફરતાં લિમ્બન નજદીક તેનું વહાણ ભાંગી ગયું અને તે મરણ પામ્યો (સને 1674). 3, માર્ટિન અને પેન્ડીચેરીની સ્થાપના. (૧૬૭૪–૧૭૦૬)કેરોને સેન્ટ ટોમે લીધું ત્યારે તેની સત્તા હેઠળ ક્રાન્સિસ માર્ટિન નામનો એક હોંશીઆર ગ્રહસ્થ હતે. તે શરૂઆતમાં વલંદા કંપનીમાં નેકર હતા ત્યાંથી નીકળી જઈ પાછળથી ફ્રેન્ચ કંપનીમાં દાખલ થયે હતો. તેના ઉપર કેરૉનને પૂર્ણ વિશ્વાસ હતું, અને સઘળાને તે ઘણે પ્રિય હતે. સેન્ટ ટૉમે પિતાના કબજામાં રહેશે કે નહીં એ વ્હીકથી તેણે ગવળકોન્ડાના કુતુબશાહી રાજા પાસેથી પૂર્વ કિનારા ઉપર થોડી જગ્યા વેચાતી લીધી. એ પછી ડાજ વખતમાં વલંદા લેકના એક મેટા કાફલાએ આવી સેન્ટ ટૉમેને કબજે લીધે તે વખતે જે ફ્રેન્ચ લેકે જીવતા છટકવા પામ્યા તે આ નવી વેચાતી લીધેલી જમીન ઉપર ચાલ્યા ગયા. એ ઠેકાણે માર્ટિને વસાવેલું શહેર પુલિચેરી ઉર્ફે પિન્ડીચેરી હતું (૧૯૭૫).અહીં માર્ટિને સઘળી વ્યવસ્થા