________________ પ્રકરણ 14 મું] દૈન્ય લોકોની હકીકત. 399 આવી રીતે જે કે બન્ને દેશો અનેક રીતે એક સરખા દેખાતા હતા. તે પણ તેમનાં મૂળનાં રાષ્ટ્રીય સ્વભાવ અને ધોરણે કાયમ હતાં. જો કંપનીને રાજાએ મેટી રકમ વ્યાજે ધીરી હતી, પણ એથી ઉલટું ઈગ્લેંડમાં ત્યાંની સરકારને કંપની પાસે વ્યાજે નાણું લેવું પડયું હતું. સને 1750 માં એ કરજ આસરે સાડાચાર કરોડ રૂપીઆનું થયું હતું. ફ્રેન્ચ કંપનીના અધિ. કારીઓ સરકારે નીમેલા હોવાથી કેવળ લાગવગ તથા સીફારસથી આગળ વધ્યા હતા. પણ અંગ્રેજ વેપારીઓ જાતે હિમતનાં કામ કરી ગ્ય પદવીએ ચહયા હતા. સને 1715 માં ફ્રાન્સને રાજા ચૌદમો લુઈ મરણ પામતાં પંદરમો લુઈ ગાદીએ આવ્યું. તે સદા એશઆરામમાં નિમગ્ન રહેલો હોવાથી કારભારીઓ મનમાં આવે તેમ અમલ ચલાવવા લાગ્યા હતા. આ સઘળો તફાવત ધ્યાનમાં રાખવાથી આ ઝગડાનાં છેવટે પરિણામ યોગ્ય રીતે સમજવામાં મુશ્કેલી નડશે નહીં. આ બન્ને દેશ વચ્ચેના ટંટાએ દક્ષિણ હિંદુસ્તાનમાંજ ઉગ્ર સ્વરૂપ કેમ ધારણ કર્યું તે સમજવા માટે હિંદુસ્તાનની તત્કાલીન સ્થિતિ ધ્યાનમાં રાખવાની છે. પશ્ચિમ કિનારા ઉપર મરાઠાઓને અમલ ઘણો જાજવલ્યમાન હતો. બંગાળામાં પણ નવાબનો અમલ કડક હોવાથી તે પરદેશીઓને પિતાની હદમાં તોફાન કરવા દેવાની વિરૂદ્ધ હતું. બાકી રહેલા પૂર્વના કમાન્ડલ કિનારા ઉપર સર્વત્ર ઘંટાળો એકઠો થયો હતે. નિઝામ તથા સતારા અને તાંજોરના મરાઠાઓ તેમજ આર્કટના નવાબ વગેરે અનેક સત્તાધીશે તે પ્રદેશ ઉપર પિતાને હક હોવાને દાવો કરતા હતા, એટલે આ પરદેશી પ્રજાઓને પ્રથમ એક બીજા ઉપર શસ્ત્ર ઉગામવા માટે આ પ્રદેશ અનેક રીતે સગવડ ભર્યો તથા અનુકૂળ લાગે. હિંદુસ્તાનની સ્થિતિ ગમે તેવી હોય તો પણ ઈગ્લેંડ અને ફ્રાન્સ વચ્ચેની તકરારનો આખર નિકાલ જેવી રીતે યુરોપમાં અને અમેરિકામાં થયો તેજ ધોરણ ઉપર હિંદુસ્તાનમાં પણ થવો જોઈએ એવી અટકળ કરવામાં કંઈ હરકત નથી. 2. શરૂઆતના પ્રયત્ન –પોર્ટુગીઝ, વલંદા અને અંગ્રેજ લેકે