________________ પ્રકરણ 14 મું] કન્ય લોકોની હકીકત. 397 વગેરે ઠેકાણે મોકલ્યા હતા. ઉત્તર અમેરિકામાં જેઈટ લેકની વિશેષ ભરતી તેમણેજ કરી હતી. આ કામમાં તેમને ફ્રેન્ચ સરકારને સંપૂર્ણ ટેકે હતું, પરંતુ વેપારીઓને સરકારી અધિકારીઓને દાબ અસહ્ય લાગતું હતું છતાં ફ્રાન્સની સરકારે લેકેના હાથમાં કંઈ પણ સત્તા રહેવા દીધી નહીં. ખરું જોતાં વેપાર જેવું કામ કાજ સંભાળવું જોઈએ. એમાં સરકારની દખલથી સર્વને નુકસાન જ થાય છે. ઈંગ્લંડમાં વેપારની બાબતમાં સરકારે લેકને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાથી તેમને વેપાર ધમધોકાર ચાલ્યો હતો. કાન્સની રીત એથી ઉલટી જ હતી; વેપારમાં સરકારનો ભાગ મુખ્ય હત; નાણું સરકારનું હતું, અને અધિકારીઓ પણ તેમાં ગુંચવાયેલા હતા. મેટી જગ્યાઓની નિમણુક સરકારી અધિકારીઓ પિતતામાં વહેંચી લેતા હતા. કંપનીના સભાસદોમાં તથા વ્યવસ્થાપકેમાં દરબારી માણસો પુષ્કળ હતાં. કાર્ડિનલ રિશેલ્યુની આ વ્યવસ્થા લેકેને રૂચી નહીં. ધર્મપ્રસારની બાબત પણ તેમના વિચારને અનુકૂળ નહતી. રૂ અને માર્સેલના વેપારીઓએ સરકાર આગળ અનેક જાતની ફરીઆદો કરી, પણ તેનું કેઇએ સાંભળ્યું નહીં. એમ છતાં રિશેલ્યુએ ઉપાડેલા કામનું કંઈ જાણવા જેવું પરિણામ આવ્યું નહીં. શરૂઆતમાં કરેલી કેટલીક વેપારી સફરેને લીધે કેન્ચ લેકેનો માર્ગ સુલભ થવા સિવાય બીજો કંઈ પણ વિશેષ લાભ થયો નહીં. એ ઉપરથી જ તે સમયના ફ્રેન્ચ અને અંગ્રેજ લોકોના ઉપક્રમમાં કેટલેક ખુલ્લે ભેદ જણાઈ આવે છે. લેકેએ સ્થાપેલી અંગ્રેજ કંપનીને રાજાને ટેકે માત્ર નામને જ હતો. પણ ફ્રાન્સમ રાજાએ પૂર્વના વેપાર માટે કંપની સ્થાપી હતી. અંગ્રેજોએ પોતાના નિયમ અને વ્યવસ્થા પિતાની મરજી માફક તથા સગવડ ભરેલાં કરી લીધાં હતાં પણ કેન્ય કંપનીના નિયમ સરકારે ઠરાવી આપ્યા હતા. અંગ્રેજ વેપારી પૃથ્વી ઉપર ગમે ત્યાં સ્વેચ્છાથી ફરતો હતો, અને જોઈએ તે સાહસ ખેડતો હતે. ફ્રેન્ચ વેપારીથી સરકારે દેરી આપેલી રેખા બહાર પગ મુકાતા નહીં. કાન્સમાં મહાન રાજા ચૌદમે લઈ રાજ્ય કરતા હતા ત્યારે તેના પ્રસિદ્ધ દીવાન કે બટે યુરોપની બહાર ફેન્ચ રાજ્ય વધારવા અનેક ઉપાયો