________________ 396 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ ] પ્રકરણ 14 મું. ફ્રેન્ચ લેકની હકીકત, ઈ. સ. 1740 સુધી. 1. કેચઅને અંગ્રેજ લોકોનાં કામ વચ્ચે ફરક. 2. શરૂઆતના પ્રયત્ન. 3. માર્ટિન અને પિન્ડીચેરીની સ્થાપના. 4. લેન્ધર, લાબુરડને, ડુપ્લે અને ડુમાસ 1, ફ્રેન્ચ અને અંગ્રેજ લેકનાં કામ વચ્ચે ફરક –અંગ્રેજ પેઠે ફેન્ચ લેકાએ પણ પૂર્વને વેપાર કબજે લેવા પુષ્કળ પ્રયત્ન કર્યા હતા. પોર્ટુગલ અને સ્પેનના ખલાસીઓને દુનીઆના સઘળા ભાગમાં નવા નવા પ્રદેશે તાબે કરતા જોઈ કેન્ચ લેકેને પણ મુલકગિરી ઉપર નીકળવાની અપેક્ષા થવા લાગી. તે વેળાના ફ્રેન્ચ ગ્રંથે પરદેશની માહિતી તથા વેપારથી દેશને થનારા ફાયદા વિશેનાં વિવેચનથી ભરપૂર છે. એમ છતાં ઈગ્લેંડ અને હેલેન્ડમાં સને 1600 ના અરસામાં જેવી રીતે વેપારી કંપનીઓ સ્થાપના થઈ તેવી ફ્રાન્સમાં થઈ નહીં. સને 1624 માં નામાંકિત ધર્મોપાસક કાર્ડિનલ રિશેલ્યુ કાન્સને મુખ્ય પ્રધાન થયું. એ દ્ધા ઉપર તે ઘણે વખત રહ્યો તે દરમિયાન તેણે દૂર દેશમાં જઈ વસાહત કરવા માટે નવા નવા ઉદ્યોગ ઉપાડ્યા. અંગ્રેજો તથા વલંદાઓએ આરંભેલા કામમાં અને ફ્રેન્ચ લેકોના તે સમયના કામમાં ફરક એટલેજ હતું કે પરદેશમાં પિતાના રાજ્યમાં દાખલ કરવાનો ટ્રેન્ચ લેકને મુખ્ય ઉદ્દેશ હતો અને તેમ કરી સ્પેનની વધતી જતી આબાદી કમી કરી પિતાને ફાયદો મેળવી લેવાની તેમની યોજના હતી. અર્થત, સ્પેનની સત્તા વધતી અટકાવવાના કામમાં ઇગ્લેંડ, હોલેન્ડ અને કાન્સ એકત્ર થઈ ગયાં હતાં. પરદેશમાં ખ્રિસ્તી ધર્મ વધારવાને વિચાર તત્કાલીન કેન્ચ લેકેને ઘણો જ અનુકૂળ થઈ પડ્યો હતો. તેમણે પુષ્કળ નાણું એકઠું કરી ટોળાં બંધ મિશનરી લોકોને અમેરિકા