________________ પ્રકરણ 13 મું] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 395 સીઝર જેવા યોદ્ધાઓએ રાજ્ય જીતવાના કામમાં જે કરામત વાપરી હતી તેના કરતાં વિશેષ ચાલાકી અને હોંશીઆરી જરૂરનાં હતાં. અંગ્રેજી રાજ્યની બાબતમાં કંઈ પણ અપૂર્વ હતું તે તે આજ હતું. અગાઉ લશ્કરના જોરથી જે કામ થતું તે હવે કાફલાથી થવા લાગ્યું, એટલેજ ફરક હતે. આરમાર તથા વેપારની શક્તિ કેટલી છે તે પ્રથમ લેકને નિર્દિષ્ટ થયેલી નહીં એટલે જાણે આકાશમાંથી અચાનક એક ફળ મેડામાં આવી પડે તે પ્રમાણે હિંદુસ્તાનનું રાજ્ય અકલ્પિત અને અનાયાસે અંગ્રેજોના હાથમાં આવી પડવાની તેઓ વાત કરે છે, પરંતુ તે સર્વ રીતે મિથ્થા તથા ખોટી છે. ઈસ્ટ ઈડીઆ કંપનીએ સે પચાસ વર્ષમાં પિતાને વેપાર છેડે થોડો વધાર્યો. એટલે તેમાં તેમને ધીમે ધીમે વધારે કિફાયત થતી ગઈ; પૈસા મળતાં તેમનું જોર અને શક્તિ વધ્યાં; અને એ શકિત ઉપર તેણે ભવિષ્યના રાજ્યને પાયે ધીરે ધીરે મક્કમ રીતે ઉભો કર્યો. આ કંપનીઓનું અંતઃસ્વરૂપ તપાસવાથી તેઓ રાજ્યમાં ફેરફાર કરનારી સ્વતંત્ર સંસ્થા હોય એમ જણાશે, કેમકે એવીજ સંસ્થાએ અમેરિકા તેમજ આફ્રિકામાં નવાં રાજ્ય નિર્માણ કર્યા છે. આફ્રિકાના કિનારાથી જાપાનના કિનારા સુધીના ભૂજળ પ્રદેશના વિસ્તિર્ણ વ્યાપારપયોગી પટાને પૂર્વ તરફનો ભાગ વલંદા લોકોએ રોક્યો અને પશ્ચિમ તરફને ભાગ અંગ્રેજોએ રાખ્યો. પણ એવી રીતે પડેલા વિભાગને કાયમ થતાં ઘણો કાળ નીકળી ગયો, અને છેક ઓગણીસમી સદીમાં એ ગોઠવણ હમેશને માટે નક્કી થઈઆ ખટપટ કરવામાં પાક્ષિમાન્ય પ્રજાઓએ એક મોટી યુક્તિ એવી કરી હતી કે આ દેશમાં જે કંઈ વસાહતના થાણું, વખારો, અને સંસ્થાને તેઓ મેળવતા તે પિત. પિતાના યુરોપિયન રાજાઓને નામે લેતા. દેશી રાજાની હકુમત હેઠળ પિતે છે, અને પિતાના રાજા સાથે કંઈ પણ સંબંધ નથી એવો સ્વતંત્ર વિચાર તેમણે કદી પણ જાહેર કર્યો નહોતે. હાલમાં પણ અંગ્રેજ, જર્મન કિંવા ફ્રેન્ચ લેક ચીન, જાપાન, અથવા સિયામમાં આગગાડી બાંધવાનું, ખાણનું અથવા બીજું કઈ પણ સાર્વજનિક કામ પિતાના યુરોપિયન સત્તાધીશેને નામે કરે છે, તે તે દેશના એલચીઓ મારફત તેમનું સંરક્ષણ થાય છે, અને તેમને પરદેશમાં યત્કિંચિત પણ ઉપદ્રવ નડે છે તે યુરોપમાંની સરકાર મારફત તેમને દાદ મળે છે. આથી જ તેમનો ઉદ્યોગ સહજમાં પાર પડે છે.