________________ 398 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. કર્યા. સને 1614 માં તેણે બે કંપનીઓ સ્થાપીઃ એક ઈસ્ટ ઈન્ડીઆમાં વેપાર ચલાવવા માટે, અને બીજી વેસ્ટ ઈન્ડીઆમાં એવાજ કામ માટે. અંગ્રેજ અને વલંદા કંપનીઓ પેઠે આ કેન્ય કંપનીઓને પણ મેટા અધિકાર આપવામાં આવ્યા હતા. પરંતુ કાન્સના રાજ્યકારભારમાં રાજા કરે તે કાયદે એવો પ્રકાર ચાલુ હોવાથી લેકે પિતાનો ભંડોળ કંપનીમાં નાંખવાને બહાર આવતા નહીં. દેવલમાં પ્રાર્થના વખતે પણ પાદરીઓ આ કંપનીઓમાં નાણું રોકવા લેકને ઉપદેશ કરતા છતાં રકમ એકઠી કરવામાં અસાધારણું મુશ્કેલી નડી. વેસ્ટ ઇન્ડીઆ કંપની દસ વર્ષમાં જ બંધ કરવી પડી. ઈસ્ટ ઇન્ડીઆ કંપનીનું કામ કેટલાક સમય ચાલુ રહ્યું હતું. માડાગાસ્કરને બેટ જીતી તેને ફ્રાન્સના અમલ હેઠળ મુકવાનું આ કંપનીને ફરમાવવામાં આવતાં તે નુકસાનમાં ઉતરી પડી, પણ મૂળ હેતુ પાર પડે નહીં. યુરોપમાં કાન્સ અને હોલેન્ડ વચ્ચે ચાલતા યુદ્ધની અસર આ કંપનીને પહોંચી, કેમકે ઘણું ખરું તે યુદ્ધનું એક કારણ પૂર્વ તરફના વેપાર બાબત આ બે વચ્ચે ચાલતી રાષ્ટ્ર સ્પર્ધા હતી. સને 1702 થી 1713 સુધી અંગ્રેજ અને ફ્રેન્ચ લોકો વચ્ચે પણ યુરોપમાં દારૂણુ યુદ્ધ ચાલ્યું હતું. સને 1713 માં યુટેકટના તહનામાથી આ યુદ્ધને અંત આવતાં કેન્ચ કંપની આબાદ થવા લાગી. 25 વર્ષમાં તેને વેપાર એટલો તે ધમધકાર ચાલ્યો કે સો વર્ષના ઉદ્યાગ પછી અંગ્રેજોએ જે ન મેળવ્યો હતો તેટલે ફ્રેન્ચ કંપનીએ 25 વર્ષમાં કર્યો. માહી, પિન્ડીચેરી અને ચંદ્રનગર એ અંગ્રેજોનાં મુંબઈ મદ્રાસ અને કલકત્તા જેવાં ફ્રેન્ચ સંસ્થાન થયાં. લેવૈર, ડુમાસ અને ડુપ્લે જેવા હોંશીઆર અને ઉગી અમલદારે એક પછી એક હિંદુસ્તાનમાં આવ્યા, અને તેમણે દરેક બાબતમાં અલ્પકાળમાં અંગ્રેજોની બરાબરી કરી એટલે સને 1740 ના સુમારમાં ઈગ્લેંડ અને કાન્સ વચ્ચે યુરોપની પશ્ચિમ તેમજ પૂર્વ તરફના બન્ને ભાગમાં જબરદસ્ત સ્પર્ધા અને ચડસાચડસી ઉત્પન્ન થયાં. પશ્ચિમ તરફની સ્પર્ધા વસાહત માટે હતી, અને તેને નિકાલ અમેરિકામાં થવાનો હત; પૂર્વ તરફની સ્પર્ધા વેપાર માટે હતી, અને તેને નિકાલ હિંદુસ્તાનમાં થવાને હતે.