________________ ૩૯ર હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ગોડૉલ્ફિનને ચુકાદો ( Godolphin's award) કહે છે અને તે તા. ર૯ મી સપ્ટેમ્બર 1708 ને દીને આપવામાં આવ્યો હતો. તેમાંની મુખ્ય કલમ પ્રમાણે (1) કંપનીએ અંગ્રેજ સરકારને એક કરોડ વીસ લાખ રૂપીઆ પાંચ ટકાને વ્યાજે ધીરવાના હતા. આથી પૂર્વનું અને હમણાનું મળી કુલ્લે 3 કરોડ વીસ લાખ રૂપીઆનું સરકારી કરજ થયું હતું; (2) કંપનીની સનદ સને 1711 પછી ત્રણ વર્ષની મુદતની ચેતવણી બાદ રદ થવાને પાત્ર હતી, તે મુદત સને 1726 સુધી વધારવામાં આવી હતી; (3) બને કંપની વચ્ચેની તકરાર નિકાલ ગોડેફિને કરવો અને તે બંનેએ માન્ય કરે એમ કર્યું હતું. ( આ પ્રમાણે કંપનીના ઈતિહાસનો એક વિભાગ પર થે, અને તેના કામને એક જુદી જ દિશામાં પ્રકૃત્તિ મળી. છેલ્લાં વીસ વર્ષમાં કંપની ઉપર જે અસંખ્ય આક્ષેપ કરવામાં આવ્યા હતા તેને લીધે તેનું સ્વાર્થીપણું અને સંકુચિત દૃષ્ટી જતાં રહી તેના ઉદ્યોગનો વિસ્તાર વધ્યો હતો. સર્વ લેકીને તેમાં દાખલ થઈ વેપાર કરવાની સગવડ મળી હતી, અને વેપાર ધંધામાં પૈસા રોકવાને પુષ્કળ લેકે તૈયાર થયા હતા. પરંતુ પૈસા હોય ત્યાં વેપાર ચલાવવાની બુદ્ધિ પણ હોય એવું સાધારણ રીતે બનતું નથી. વેપારની ખરી પદ્ધત થાડાને જ બરાબર માહિત હોય છે, અને તેથી રોકેલી સઘળી રકમની વ્યવસ્થા તેમના હાથમાં હોય તેજ વેપાર બરાબર ચાલે છે. આવી રીતે ઘણાના પૈસાથી છેડાએ વેપાર કરવાની પદ્ધત જોઈન્ટ સ્ટક પદ્ધત કહેવાય છે. અદ્યાપિ સ્વતંત્ર ધંધો ઉપાડનારા ઘણા કસાઈ પડ્યા હતા, પણ વેપારની એ રીત હવે બંધ પડતાં આખા ઈગ્લેંડને ટેકે એટલે નાણું, ઉદ્યોગ, આરમાર અને આંટ કંપનીની મદદે આવવાથી હિંદુસ્તાનમાં રાજ્ય સ્થાપવાની યોગ્યતા તેને મળી. નિયંત્રિત તથા અનિયંત્રિત વેપાર વચ્ચે શરૂ થયેલા વિરોધનો યોગ્ય વિચાર કરનારા ઍડમ સ્મીથ જેવા અર્થશાસ્ત્ર છેડા જ વખતમાં ઉત્પન્ન થયા. સને 1708 પછીનાં ત્રીસ ચાળીસ વર્ષ કંપનીને કારભાર શાંત પણે ચાલ્યો. આ સમયથી સને 1746 માં અંગ્રેજોને ફ્રેન્ચ લેકે સાથે હિંદુસ્તાનમાં યુદ્ધ શરૂ થયું ત્યાં સુધી કંપનીને વહિવટ કેવી રીતે ચાલતું હતું તેની કેઈએ દરકાર પણ લીધી