________________ 388 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. દરબારમાં લાંચ વગેરે આપી નૌરિસને હેતુ ઉડાવવા ખટપટ કરી રહ્યો હતો. આ સ્થિતિમાં બાદશાહે તેને ખુલ્લે ખુલ્લું જણાવ્યું કે યાત્રાળુઓનું રક્ષણ કરવાનું કબૂલ કરે, નહીં તે ઇંગ્લંડનો રસ્તો લે.” આ ઉત્તર સાંભળી નરિસે યાકુળવ્યાકુળ થઈ જઈ સ્વદેશ પાછા ફરવાનો વિચાર કર્યો. બ્રહ્મપુરમાં પચાસ હજાર મેગલ લશ્કરે તેના ઉપર ઘેરે ઘાલવાથી છોકરવાદીપણમાં તે પિતાની પાસેની ચાર તે સજ કરી યુદ્ધ કરવા તૈયાર થશે. આ પ્રમાણે અડી મહિના ગયા પછી મેગલ સરદારને શરણે જઈ તેણે પિતાને છુટકારો મેળવ્યો, અને હાથ હલાવતે સને 1702 ના માર્ચ મહિનામાં તે સુરત પાછો ફર્યો. અહીં તેની અને વેઈટ વચ્ચે ચાલેલી તકરારે ઉગ્ર સ્વરૂપ લીધું, અને ઉપાડેલું કામ ફસામણમાં નાંખવા માટે તેઓ એક બીજાને દેષ દેવા લાગ્યા. ખરું જોતાં નરિસનું કામ વિચિત્ર હતું. તેનામાં સર ટેમસ રોની હોંશીઆરી નહોતી, એટલે એ સ્પષ્ટ હતું. વિના કારણે તેની વકિલાતને સાત લાખ રૂપિઆનો ખર્ચ ઇંગ્લિશ કંપનીને માથે પડશે. લગભગ આજ અરસામાં પાર્લામેન્ટ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની મુદ્દત વધારી આપ્યાની ખબર નરિસને મળતાં તે તદ્દન ઉત્સાહભંગ થઈ ગયે, અને તેણે ઈગ્લેંડ જવાનો નિશ્ચય કર્યો. તેને કંપનીનું વહાણ નહીં મળ્યું ત્યારે એક ખાનગી વેપારી વહાણ ઉપર તે સ્વદેશ જવા નીકળ્યો, પણ રસ્તામાં સને 1702 ના અકટોબર માસમાં સેન્ટ હેલીના આગળ તે મરણ પામ્યા. ઈસ્ટ ઈડીઆ કંપનીના અડગ પ્રયત્ન, ઈગ્લિશ કંપનીના અધિકારીઓના માંહોમાંહેના ટંટા અને ખટપટ, ઈત્યાદિથી બાદશાહ અંગ્રેજોની બાબતમાં સંશયાત્મક થઈ ઘણો ચીરડાઈ ગયો. સઘળે ઠેકાણેથી તેમને માલ પકડી માણસને કેદમાં નાંખ્યાં. બંગાળામાં અને મદ્રાસના કિનારા ઉપર પણ તેમજ થયું. કર્નાટકના નવાબે મદ્રાસ ઉપર સ્વારી કરી અને થોમસ પિટને ઘેર્યો. પિટે ત્રણ મહિના સુધી ઘણું શૌર્ય બતાવી પિતાનું રક્ષણ કર્યું, એટલામાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ ધીમે ધીમે સરસાઈ મેળવી પિતાની સ્થિતિ સુધારી નાંખી. - પ. બે કંપનીના જોડાણ માટે ભાંજગડ–આવે સંકટ સમયે પાર્લામેન્ટ અને કંપનીને જોડી દેવાની કરેલી તજવીજને લીધે જ હિંદુસ્તાન